રાજકોટના કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અિકાંડમાં બાળકો સહિત ૨૭ નિર્દેાષ લોકોએ જાન ગુમાવ્યાની ઘટના બાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ ચાલી રહી છે. આ બન્ને બ્રાન્ચ બાદ હવે રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનની કઇ બ્રાન્ચ એસીબીની ઝપટે ચડશે ? તેની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના વિવિધ કુલ ૪૦ જેટલા વિભાગો–શાખાઓમાં ટીપી અને ફાયર બ્રિગેડ ઉપરાંત કઇ કઇ શાખાઓમાં પ્રસાદી ધર્યા વિના કામો થતા નથી તેની લોકમુખે ચર્ચા શ છે જેમાં એસ્ટેટ અને દબાણ હટાવ બ્રાન્ચના નામ ચર્ચામાં મોખરે છે. કોર્પેારેશનમાં એસીબીની કાર્યવાહી થતા વર્ષેાથી હેરાન પરેશાનથતા હોય અનેક અરજદારોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે, એટલું જ નહીં ખુદ કોર્પેારેશનના પ્રામાણિક કર્મચારીઓ પણ આનંદિત થયા છે.
એસ્ટેટ બ્રાન્ચમાં એકને ગોળ અને એકને ખોળ જેવી નીતિ રીતિ સાથે ચાલતી લાલીયાવાડી અને દબાણ હટાવ બ્રાન્ચના સ્ટાફની હાખોરીથી રાજકોટમાં કોણ અજાણ હશે ? દબાણ હટાવ બ્રાન્ચને નિયમ મુજબ દૂર કરવાના થાય તેવા દબાણો માટે લોકો ફરિયાદો કરીને થાકી જાય તો પણ દૂર કરતાં નથી. રાજમાર્ગેા ઉપરથી વાસ્તવિક દબાણો દૂર કરવાને બદલે પરચુરણ દબાણો જ કરી કામગીરીનો દેખાડો કરવામાં આવે છે. આગામી દિવસોમાં આ બન્ને બ્રાન્ચ સામે પણ તપાસ થાય તો નવાઇ નથી.
સંપત્તિ જાહેર ન કરે તો પગલાં કેમ નહીં ?
રાજય સરકારના આદેશ અનુસાર દરેક અધિકારીએ દર વર્ષે તેની તથા પરિવારના સભ્યોના નામે રહેલી સ્થાવર જંગમ મિલકતો સહિતની તમામ સંપત્તિ જાહેર કરવી ફરજિયાત છે અને તે તમામ વિગતો રાય સરકારના સંબંધિત વિભાગ સુધી મોકલવાની હોય છે. આમ છતાં અનેક અધિકારી સંપત્તિ જાહેર કરતા નથી તો પણ તેમની સામે કોઇ પગલાં કેમ લેવાતા નથી
અગાઉ બે કર્મચારી લાંચ લેતા ઝડપાયા'તા
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનમાં છેલ્લા ૧૫ વર્ષમાં બે વખત એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેપ થઇ હતી જેમાં લગભગ અંદાજે સાતથી આઠ વર્ષ પૂર્વે વેસ્ટ ઝોન ઓફિસમાં મિલકત વેરા બિલમાં નામ ટ્રાન્સફર માટે લાંચ લેતા એક કર્મચારી ઝડપાયા હતા તદઉપરાંત છેલ્લે સેન્ટ્રલ ઝોન ઓફિસ નજીક કનક રોડ ફાયર સ્ટેશનના ઓફિસર ફાયર એનઓસી માટે લાંચ લેતા ઝડપાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech