એસ્સાર ગ્રુપ દ્વારા આગામી ચાર વર્ષમાં ગુજરાતના જામનગર ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્લાન સ્થાપવા માટે રૂ. 30000 કરોડનું રોકાણની યોજના કરવામાં આવી છે. મેટલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના ક્ષેત્રોમાં વિસ્તરિત આ ગ્રુપ, તેની આગામી તબક્કાની વૃદ્ધિ માટે ક્લીન એનર્જીને તેનો મુખ્ય આધાર માને છે.
ગ્રુપના રોકાણ પોર્ટફોલિયોનું સંચાલન કરતા એસ્સાર કેપિટલના ડિરેકટર શ્રી પ્રશાંત રુઇયાએ જણાવ્યું કે એસ્સાર તેની યુકેની તેલ રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવાની, સાઉદી અરબમાં ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની અને લાંબા અંતરના હેવી ટ્રકસને ડિકાર્બનાઇઝ કરવા માટે એલએનજી અને ઇલેકિટ્રક ઇકોસિસ્ટમ બનાવવાની યોજના ઉપર કાર્યરત છે.
ગ્રુપ દ્વારા ઇલેકિટ્રક વાહન બેટરી, સોલાર પેનલ અને વિન્ડ-ટબર્ઇિન મેગ્નેટ્સમાં મુખ્યત્વે વપરાતા મહત્વપૂર્ણ ખનિજોના ખનનના વ્યવસાયમાં પ્રવેશની વિચારણા પણ ચાલી રહી છે.
એસ્સાર ફયુચર એનજીર્ આગામી ચાર વર્ષમાં જામનગરમાં 1 ગીગાવોટ હાઇડ્રોજન ક્ષમતા ઉભી કરવા સાથે તેને સંલગ્ન 1 મિલિયન ટન પ્રતિ વર્ષ ગ્રીન મોલેક્યુલ્સની ક્ષમતા પણ વિકસાવશે. અમે જામનગરમાં ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટમાં લગભગ રૂ. 30,000 કરોડ નું રોકાણ કરવાના છીએ, એમ તેમણે જણાવ્યું હતું. એસ્સાર, પાણીના અણુના પૃથક્કરણ દ્વારા હાઇડ્રોજન અને ઓકિસજનના ઉત્પાદન માટે તેની સહયોગી કંપની એસ્સાર રિન્યુએબલ્સ દ્વારા 4.5 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરશે.
આ રીતે વિશ્વમાં શ્રેષ્ઠ માનીતી સ્વચ્છ ઉર્જાનો સ્રોત એવા હાઇડ્રોજનનો ઉપયોગ વાહનો ચલાવવા, વિજળી ઉત્પન્ન કરવા તથા રહેઠાણો, વ્યવસાયો અને ઉધોગોને જરૂરી ઉર્જા પૂરી પાડવા માટે થશે. હાઇડ્રોજનને વહન કરી શકાતું નથી અને તેને બાળવામાં આવતા તે ફક્ત પાણી ઉત્પન્ન કરે છે આથી તેનો ઉપયોગ ગ્રીન એમોનિયા બનાવવામાં કરાય છે જે સરળતાથી પરિવહન કરી શકાય છે. પરંતુ અમારો વિચાર ગ્રીન અમોનિયાને બદલે ગ્રીન મોલેક્યુલ્સ બનાવવાનો છે જે સીધા પરિવહન કરી વાપરી શકાય, કારણ કે જો તમે ગ્રીન એમોનિયા લઈ જાઓ તો તેને ફરી હાઇડ્રોજનમાં રૂપાંતરિત કરવું પડે જેનો ખર્ચ ખૂબ ઊંચો છે. તેથી અમે એવું કોમ્પ્લેક્સ બનાવવા માંગીયે છે કે જ્યાં અમે હાયડ્રોજનમાંથી સીધા ગ્રીન મોલેક્યુલ્સ બનાવી શકીયે અને તેનો નિકાસ કરી શકાય, એમ શ્રી રૂઈયાએ જણાવ્યું.
રિન્યૂએબલ એનજીર્ પ્લેટફોર્મના નિમર્ણિ ઉપરાંત, 2022 માં કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ્સ વેચ્યા પછી દેણાવિહોણું બનેલું આ સમૂહ, આગામી 3-5 વર્ષમાં લગભગ 10000 મેગાવોટ ઉત્પાદનના લક્ષાંકને પહોંચવા, તેની કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતામાં પણ વધારો કરશે. આ યોજના અંતર્ગત એસ્સાર પાવરના સલાયા-દ્વારકા સ્થિત 1200 મેગાવોટ પાવરપ્લાન્ટનું વિસ્તરણ કરી વધારાના 1600 મેગાવોટ વીજ ઉત્પાદનનું આયોજન કરી ગુજરાતની બેઝ-લોડ જરૂરિયાતો પૂરી પાડવાનું છે.
ગ્રીન મોબિલિટી સોલ્યુશન્સના ક્ષેત્રમાં, એસ્સાર લાંબા અંતરના હેવી ટ્રકસને ડિકાર્બનાઇઝ કરવા માટે એલએનજી અને ઇલેકિટ્રક ઇકોસિસ્ટમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ગ્રુપ પાસે વિવિધ ઉદ્યોગો દ્વારા લોજિસ્ટિકસ જરૂરિયાતો માટે ઉપયોગમાં લેવાતા 450 થી 500 એલએનજી ચલિત ટ્રકસનો કાફલો છે. ટ્રક રોડ પરના સૌથી મોટા પ્રદૂષક છે.
જે પ્રતિ ટ્રક 110 ટન કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન કરે છે. દેશમાં 4 મિલિયન ટ્રક છે અને આ સંખ્યા નજીકના ભવિષ્યમાં બમણી થવાની છે.ટ્રકોમાં ડીઝલને બદલે નો ઉપયોગ, 2 ઉત્સર્જન 30-35 ટકા ઘટાડવામાં મદદ કરે છે. વધુમાં, એસિડ રેન અને વાયુ પ્રદૂષણનું કારણ એવા નાઈટ્રોજન ઓકસાઇડ્સ () અને સલ્ફર ઓકસાઇડ્સ () એલએનજી ટૂંકો દ્વારા ઉત્પન્ન નથી થતા. આમ એલ એન જી ટ્રાન્સપોર્ટ પયર્વિરણ માટે વધુ સુરક્ષિત છે. સાથેજ, એસ્સાર ગ્રુપ પાસે ઇલેકિટ્રક ટ્રકસનો પણ કાફલો છે. ઇલેક્ટ્રિક વાહનોમાંથી ઉત્સર્જન શૂન્ય છે. આમ એલએનજી અને ઇલેકિટ્રક સંચાલિત પરિવહન બંનેના ઉપયોગ દ્વારા અમારો પ્રયત્ન લગભગ 60-70 ટકા સુધી 2 માં ઘટાડો કરવાનો છે.
એસ્સાર ટ્રકોને એલએનજી પુરું પાડવા માટે એલએનજી વિતરણનું રિટેલ નેટવર્ક બનાવવાનું કામ પણ કરી રહ્યું છે. - ચાલીત એક ટ્રક સંપૂર્ણ ટેન્ક પર 1,300-1,400 કિલોમીટર ચાલી શકે છે જ્યારે ઇલેકિટ્રક ટ્રકની રેન્જ 150 કિલોમીટર આસપાસ હોઈ છે. તો ટૂંકા અંતરની સફર ઇલેકિટ્રક અને લાંબા અંતરનું પરિવહન એલએનજી દ્વારા કરવાથી મહત્તમ લાભ મેળવી શકાય છે તેમ પ્રશાંત રુઇયાએ જણાવ્યું હતું.
એસ્સાર ગ્રુપ પશ્ચિમ બંગાળના એક બ્લોકના કોલ સીમ્સમાંથી ગેસ ઉત્પન્ન કરી રહ્યું છે. તેની ગ્રુપ કંપની એસ્સાર ઓઇલ એન્ડ ગેસ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન લિમિટેડ, ભારતની કોલ બેડ મિથેન ઉદ્યોગની અગ્રણી છે, જે દેશના કુલ કોલ બેડ મિથેન ઉત્પાદનનું લગભગ 65 ટકા યોગદાન આપે છે અને ભારતના કુલ ગેસ ઉત્પાદનમાં તેનું યોગદાન આગામી પાંચ વર્ષમાં 5 ટકા સુધી પહોંચાડવાનો આશય રાખે છે. કોલ સીમ્સમાંથી ઉત્પન્ન ગેસ, જેને કોલ બેડ મિથેન કહેવાય છે, તેનો ઉપયોગ તરીકે વાહનો ચલાવવાનો તેમજ વીજળી ઉત્પન્ન કરવા અને ખાતર બનાવવા માટે થઈ શકે છે. અમે આજે ભારતના સૌથી મોટા સીબીએમ પ્લેયર છીએ. અમે દૈનિક લગભગ 1 મિલિયન ક્યુબિક મીટર ગેસ ઉત્પન્ન કરીએ છીએ જે ખૂબ જ ઓછું છે. અમારો લક્ષાંક તેને વધારવાનો છે તેથી અમે અમારા ગેસ આધારિત પોર્ટફોલિયો વધારવા માટે રૂ. 2,000-3,000 કરોડના રોકાણનું આયોજન કરી રહ્યા છીએ.
એસ્સાર પશ્ચિમ બંગાળના રાનિગંજ બ્લોકમાં શેલ ગેસની શોધખોળ પણ કરી રહી છે. ભારતે હજી સુધી શેલમાં વ્યાપારિક સફળતા નથી મળી. અમેરિકામાં શેલના કારણે આવેલી ક્રાંતિ આપણે સહુ જાણીએ છીએ. અમે માનીએ છીએ કે તેના વ્યવસાયમાં વિપુલ તકો છે અને આથીજ અમે તેની શોધના પ્રયત્નોમાં કાર્યરત છીએ. એમ તેમણે જણાવ્યું હતું.
એસ્સાર યુકેમાં તેની સ્ટેનલો રિફાઇનરીને ડિકાર્બનાઇઝ કરવા માટે 3.6 બિલિયન અને સાઉદી અરબમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરતા ગ્રીન સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે 4 બિલિયનનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે એમ પણ પ્રશાંત ઇયાએ ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech