રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલનો ખખડી ગયેલો વહીવટ અને ખાડે ગયેલી સ્થિતિને લઈને રોજ બે–રોજ તસવીરો સાથેના સમાચારો મીડિયામાં પ્રસિધ્ધ થતાં આરોગ્ય ક્ષેત્રે સરકારની આબનું રીતસર ધોવાણ થઇ રહ્યું છે એમ છતાં રાજયના આરોગ્ય મંત્રી કે તેના વિભાગના ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હોવાનું છેલ્લા કેટલાક સમયથી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવતા જણાઈ રહ્યું છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દૂરબીન વગર પણ એક નહીં અનેક સમસ્યાઓનો ઢગલો છે, આરોગ્ય મંત્રી, આરોગ્ય સચિવ, આરોગ્ય કમિશનર, સહિતના અધિકારીઓ હોસ્પિટલની નિયત પૂર્વક ઓચિંતી વોર્ડ, વિભાગ, ઓપરેશન થિયેટર, અને છેલ્લે સુપ્રિટેન્ડેન્ટ ઓફિસની સરપ્રાઈઝ વિઝીટ કરે તો સૌરાષ્ટ્ર્રની સૌથી મોટી કહેવાતી સિવિલ હોસ્પિટલની ચોંકાવનારી હકીકતો સામે આવી શકે છે. હોસ્પિટલના કથળેલા સરકારી વહીવટની અને ટેબલ વહીવટની ગાંધીનગર સુધી વ્યાપક ફરિયાદો કરવામાં આવી ઉપરાંત હોસ્પિટલની દુવિધાઓ, દર્દીઓને પડતી મુશ્કેલીઓ, તબીબો, નર્શીગ કર્મચારીઓ, અધિકારીઓની કામચોરી સહિતના ગણ્યા ગણાય નહીં એટલા સચોટ સમાચારો અખબારમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા બાદ પણ માત્ર ગાંધીનગર બેઠેલા આરોગ્ય વિભાગના અધિકારીઓ ખુલાસા મગાવી અને એથી આગળ તપાસ કમિટી બનાવી નયુ નાટક કરી કાર્યવાહી નામે પડદો પાડી દેવામાં આવી રહ્યો હોવાથી હોસ્પિટલનું તત્રં દિવસેને દિવસે બગડી રહ્યું છે. અને જવાબદારો બે દાદ બન્યા છે. એમ છતાં રાયના આરોગ્ય વિભાગના અધિકારીઓ સિવિલમાં ચેકીંગ માટે ફરકતા પણ નથી, આ જોતા તો અધિકારીઓ ઉપર પણ કોઈ વશીકરણ કરવામાં આવ્યું હોય અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ તરફનો મોહ ભગં થતો ન હોવાનું લાગી રહયું છે.
એક તરફ રાયની મોટાભાગની સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજમાં ડીનની રેગ્યુલર જગ્યા ભરવા માટે સરકારનું આરોગ્ય વિભાગ વામણું પુરવાર થયું છે, સરકાર ઓર્ડર કરે એ તબીબો બેસવા તૈયાર નથી અને સરકારમાં જ ઓર્ડર કેન્સલ કરાવી પાછલા દરવાજેથી ચાલતી પકડી રહ્યા છે. અને ગાંધીનગર બેઠેલા અધિકારીઓ ફરિયાદ કરનાર ને ખુરશીએ બેસવા તૈયાર હોઈ એવાને લઈ આવો એવા સામા સવાલો કરી રહ્યા છે જેના કારણે ફરિયાદીઓ ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા છે. સરકાર જ ઓર્ડર કરે અને ગણતરીના દિવસોમાં જ ઓર્ડરનું ઉલ્લઘન કરી ચાર્જ ન સંભાળે ને પછી સરકારને જ ઓર્ડર કેન્સલ કરવો પડે એ કેટલી હદે નાલેશી કહેવી પડે, આ માત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલ જ નહીં પણ રાયની અન્ય સરકારીઓ હોસ્પિટલમાં પણ આજ પરિસ્થિતિ હોવાનું મનાઈ રહયું છે.અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગરની સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટની જગ્યા ચાર્જ સોંપીને ચલાવામાં આવી રહી છે. આ ચિત્ર જોતા રાયના આરોગ્ય વિભાગની સ્થિતિ પણ રાજકોટ સિવિલ જેવી જ ગણવી કે શું ? એ વિચાર માગતો પ્રશ્ન છે
નેતાઓનું ન સચવાય તો કલેકટરને દોડાવે
તબીબો માટે દર્દીઓ એક સરખા જ હોઈ છે, પછી આમ વ્યકિત હોય કે મિનિસ્ટરએ કરેલી ભલામણનું દર્દી, બધાને એક ઇન્જેકસન ને બાટલાની જર હોઈ ત્યાં એક જ આપે, મિનિસ્ટરના પરિચિત દર્દી હોઈ તો તેમને બે ઇન્જેકસન અને વધારા ને બે બાટલા નથી ચડાવતા પરંતુ નેતાઓએ ભલામણ કરી હોઈ એ દર્દીમાં આઘું પાછું થાય તો નેતાઓને પેટમાં ચૂક ઉપડે અને કલેકટરને હોસ્પિટલ સુધી દોડાવવામાં આવે છે, જયારે હોસ્પિટલમાં કેટલીક અસુવિધાઓ, દર્દીઓને પડતી હાલાકીઓ બાબતે નેતાઓને કેમ પેટમાં ચૂક ઉપડતી નથી ? તેવા વેધક સવાલો પણ ઉઠી રહ્યા છે.
૮ વર્ષથી સુપ્રિન્ટેન્ડેન્ટની ખુરશી ચાર્જમાં
આરોગ્ય અને શિક્ષણ દેશને આગળ લઈ જવા માટેના મુખ્ય પરિબળ પૈકીના બે પહેલું છે, એજ આરોગ્ય સંસ્થાઓને સુદ્રઢ રીતે ચલાવવા માટે સરકાર કે તેના આરોગ્ય વિભાગ પાસે કાયમી તબીબી અધિકારીઓ જ ન હોઈ અને ઇન્ચાર્જથી ગાડું ગબડાવવામાં આવતું હોય એ સરકારી સિવિલ હોસ્પિટલનું તત્રં કેવી રીતે ચાલતું હશે એ કલ્પના માત્ર જ ઘણું બધું કહી શકે દયે છે, અને એનું નયુ ઉદાહરણ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, સૌરાષ્ટ્ર્ર–કચ્છની સૌથી મોટી કહેવાતી સિવિલમાં છેલ્લા આઠેક વર્ષથી કાયમી સુપ્રિટેન્ડેન્ટની નિમણુકં કરવાને બદલે ઇન્ચાર્જથી કામગીરી ચલાવવામાં આવી રહી છે. આ જોતા રાયના આરોગ્ય વિભાગને વિશાળ સરકારી તબીબી વર્તુળમાંથી પારદર્શક વહીવટ ચલાવવા માટે કોઈ તબીબી અધિકારી નથી મળતા કે પછી જાણી જોઈ ગાંધીનગર બેઠેલા ચોક્કસ આરોગ્ય વિભાગના જ અધિકારીની ગોઠવણ સાચવવામાં આવી રહી છે ? એવા પ્રશ્નાર્થેા પણ ઉભા થઈ રહ્યા છે. વધુમાં રાજયનું આરોગ્ય વિભાગ મેડિકલ કોલેજમાં ડીનનો ઓર્ડર કાઢી પરાણે બેસાડી દેવામાં આવી શકે છે તો હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટની ખુરશી પર આજ સ્ટ્રીક કેમ અપનાવવામાં નથી આવતી ? એ ચર્ચાનો વિષય છે
ગાંધીનગરના અધિકારીઓ મહિનાઓથી દેખાયા નથી: તત્રં બેફિકર
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ઇન્ફ્રાસ્ટકચર, જરી સુવિધાઓ અંગેની સમિક્ષા કરવા માટે ગાંધીનગરથી નાયબ નિયામક કક્ષાના અધિકારીઓ દરેક મહિને સિવિલની વિઝીટમાં જોવા મળતા હતા જેના કારણે કયાંકને કયાંક હોસ્પિટલ તંત્રમાં ફફડાટ રહેતો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ અધિકારીઓના દર્શન પણ દુર્લભ છે, જેના કારણે હોસ્પિટલનો વહીવટ અને કામગીરી તો દિવસે ને દિવસે કથળી રહી છે સાથે ભય પણ રહ્યો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech