ઓપીડીમાં દર્દીઓ વઘ્યા: ડેન્ગ્યુના 15, તાવના 230 અને ઝાડા-ઉલ્ટીના 200થી વધુ કેસ નોંધાયા: દરરોજ 20 થી વધુ દર્દીઓ દાખલ: ખાનગી હોસ્પિટલમાં 30 ટકા કેસ વઘ્યા
જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો હોવાના કારણે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે. જી.જી.હોસ્પિટલમાં તાવના 230, ઝાડા-ઉલ્ટીના 200 અને ડેન્ગ્યુના 15થી વધુ દર્દીઓ દાખલ થયા છે, દરરોજ 20થી વધુ દર્દીઓને દાખલ કરવામાં આવે છે, ખાનગી હોસ્પિટલમાં ઓપીડીમાં 30 ટકા કેસનો વધારો થયો છે, શહેરમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા જોવા મળ્યા છે, કોર્પોરેશન દ્વારા અપાતું પાણી ખુબ જ ખરાબ હોય પાણીજન્ય રોગનું પ્રમાણ ખુબ જ વઘ્યું છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓ.પી.ડી.માં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા 450 જેટલા દર્દીઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા 550 થી 600 અને કેટલીકવાર 700 સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત, આઈ.પી.ડી. માં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
મેડિસીન ઈમરજન્સીમાં દાખલ દર્દીઓની સરેરાશ સંખ્યા 60 થી 80 હતી, જે હવે વધીને 110 થી 130 અને કેટલીકવાર 150 સુધી પહોંચી રહી છે. આ વધારાનું મુખ્ય કારણ શરદી, તાવ, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસોમાં વધારો થયો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે આ રોગો ફેલાવાની શક્યતા વધી ગઈ છે. હોસ્પિટલના સ્ટાફ દર્દીઓની સારવાર માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ દર્દીઓની સંખ્યામાં આટલો વધારો થવાને કારણે સ્ટાફ પર ભાર વધી ગયો છે. હોસ્પિટલ સત્તાવાળાઓ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે જરૂરી પગલાં ભરી રહ્યા છે.
જામનગરના નાગરિકોને આ અંગે સતર્ક રહેવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈને શરદી, તાવ, મેલેરીયા કે ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવી જોઈએ. જામનગર શહેરમાં છેલ્લા 15 દિવસથી ચીકનગુનીયા, ડેન્ગ્યુ, તાવ, ઝાડા-ઉલ્ટી અને શરદી-ઉધરસના કેસોએ માજા મુકી છે, કોર્પોરેશન દ્વારા 12 આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી ખોલવામાં આવી છે અને દવા આપવામાં આવે છે છતાં પણ રોગચાળો વધે છે તે ચિંતાજનક છે, જામનગર શહેર જ નહીં ગામડાઓમાં પણ નવા પાણીના કારણે દર્દીઓની સંખ્યા વધી છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં આવતા ગંદા પાણીથી રોગચાળો વઘ્યો...
જામનગર શહેરમાં પંચવટી ગૌ શાળા, ગાંધીનગર, પટેલકોલોની, નવાગામ ઘેડ, રણજીત રોડ, ચાંદીબજાર, કાલાવડ નાકા બહાર વિસ્તાર તેમજ વોર્ડ નં.12 અને 16ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ ચામડીના રોગોમાં પણ વધારો થયો છે, એટલું જ નહીં તાવ અને ડેન્ગ્યુના કેસો પણ વઘ્યા છે, કેટલાક લોકો ખાનગી દવાખાના તરફ વળ્યા છે અને ખાનગી દવાખાનાઓમાં પણ દોઢથી બે કલાક બાદ દર્દીને જોવાનો વારો આવે છે, પેટના દુ:ખાવાના કેસો વઘ્યા છે, બે-ત્રણ દિવસ તાવ આવ્યા પછી આઠથી દશ દિવસ સુધી દર્દીને ખુબ જ નબળાઇ રહેતી હોવાની વિગતો બહાર આવી રહી છે, ડોકટરોના જણાવ્યા મુજબ પાણી ઉકાળીને પીવું અને બહારની ચીજવસ્તુઓ ન આરોગવા પણ જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech