રાજકોટ શહેરમાં નવરાત્રી બાદ રોગચાળો બેકાબુ બન્યો છે અને શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને કોલેરા સહિતના કુલ 1989 કેસ નોંધાયાનું મહાપાલિકાના વિકલી એપેડમિક રિપોર્ટમાં જાહેર કરાયું છે.
વધુમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના વિકલી એપેડમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં મેલેરિયાના બે, ડેન્ગ્યુના 24, ચિકન ગુનિયાના ત્રણ, કોલેરાનો એક, શરદી ઉધરસના 1112 કેસ, તાવના 673 કેસ, ઝાડા ઉલ્ટીના 166 કેસ, ટાઇફોઇડના ત્રણ કેસ સહિત કુલ 1989 કેસ નોંધાયા છે.
વિશેષમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે રોગચાળો નાથવા આરોગ્ય શાખાની કુલ 360 ટીમ દ્વારા શહેરમાં 1,02,316 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા ફિલ્ડવર્કરો દ્વારા 6242 ઘરમાં ફોગીંગ કરાયું હતું. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારમાં ફોગીંગ કરાયું હતું. ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 335 પ્રીમાઇસીસ બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ,ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 636 અને કોર્મશીયલ 176 આસામીને નોટીસ આ5વામાં આવી હતી તથા રૂા.30,100નો હાજર દંડ વસુલવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech