કાર–સ્કૂટર બાદ હવે ભારતીય બજારમાં બીએમડબ્લ્યુની બાઈકસની એન્ટ્રી

  • September 18, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બીએમડબ્લ્યૂ મોટોરાડએ ભારતીય બજારમાં હલચલ મચાવી દીધી છે. આ લકઝરી ઓટોમેકરે માર્કેટમાં બે શાનદાર બાઇક લોન્ચ કરી છે. નવી એફ ૯૦૦ જીએસ અને એફ ૯૦૦ જીએસ એડવેન્ચર, આ બે બાઇક લોકોના દિલ પર રાજ કરવા માટે આવી ગઈ છે. આ બંને બાઈક ઘણી હદ સુધી સમાન કહી શકાય, પરંતુ એડવેન્ચર વેરિઅન્ટને થોડા વધુ પહાડી વિસ્તારોમાં ચલાવવા માટે બનાવવામાં આવી છે. આ બંને મોડલ ઓફ–રોડ એડિશન બાઇક છે.
બીએમડબ્લ્યૂ ગ્રુપ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ વિક્રમ પાવાહે નવી બાઈક વિશે કહ્યું કે, તે એક પરફેકટ એન્ડુરોસ છે, જેનો ઉપયોગ એડવેન્ચર અને ઓફ–રોડિંગ માટે થઈ શકે છે. આ બાઈકમાં ઓફ–રોડ ક્ષમતા તેમજ ટુરિંગ ફીચરનો સમાવેશ થાય છે. આ બાઈકને સંપૂર્ણપણે વિદેશમાં તૈયાર કરીને ભારતમાં લાવવામાં આવી છે.
બીએમડબ્લ્યૂ એફ ૯૦૦ જીએસ અને એફ ૯૦૦ જીએસ એડવેન્ચર બંને ૮૯૫ સીસી, ૨–સિલિન્ડર, ઇન–લાઇન એન્જિનનો ઉપયોગ કરે છે. આ એન્જિન ૮,૫૦૦ આરપીએમ પર ૧૦૩ બીએચપી પાવર પ્રદાન કરે છે અને ૬,૭૫૦ આરપીએમ પર ૯૩ એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકમાં એન્જિનની સાથે ૬–સ્પીડ યુનિટ ગિયર બોકસ પણ લગાવવામાં આવ્યું છે.
બીએમડબ્લ્યૂ એફ ૯૦૦ જીએસ ૬.૫–ઈંચની ટીએફટી ટચસ્ક્રીનથી સ હશે, તે માત્ર બાઇક સંબંધિત જ નહીં પરંતુ પરંતુ નેવિગેશન ફીચરની પણ માહિતી આપશે. આ લેટેસ્ટ જીએસ મોડલ બે સ્ટાન્ડર્ડ રાઈડિંગ મોડસ રેઈન અને રોડ સાથે લાવવામાં આવ્યું છે. આ સાથે બાઇકમાં ડાયનેમિક ટ્રેકશન કંટ્રોલ અને ડાયનેમિક બ્રેક લાઇટ પણ લગાવવામાં આવી છે.
બીએમડબ્લ્યૂ એફ ૯૦૦ જીએસ સાઓ પાઉલો યલો અને સ્પોર્ટી જીએસ ટ્રોફી વેરિઅન્ટ લાઇટ વ્હાઇટ અને રેસિંગ બ્લુ મેટાલિક કલરમાં આવે છે. યારે એફ ૯૦૦ જીએસ એડવેન્ચર બ્લેક સ્ટોર્મ અને વ્હાઈટ એલ્યુમિનિયમ મેટ કલર વેરિએન્ટ સાથે લાવવામાં આવ્યું છે. નવી બીએમડબ્લ્યૂ એફ ૯૦૦ જીએસની એકસ–શોમ કિંમત ૧૩.૭૫ લાખ પિયા છે. યારે બીએમડબ્લ્યૂ એફ ૯૦૦ જીએસ એડવેન્ચરની એકસ–શોમ કિંમત ૧૪.૭૫ લાખ પિયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application