તાજેતરમાં જામનગર મહાનગરપાલિકા સંચાલિત નવી શાળાનું ઉદ્ઘાટન થવાનું છે, આ શાળા સુધી પહોંચવા માટે નજીકમાં એક મેદાન છે જ્યાં કચરા અને ગંદકીના ઢગલા છે
જામનગરની વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા, જામનગરને 2025 માં 4 નવી સરકારી શાળાઓ મળશે જ્યાં સરકારી શાળાઓની વધુ માંગ છે. જેમાંથી એકનું ઉદ્ઘાટન આ મહિને થવાનું છે. પરંતુ જામનગર મહાનગરપાલિકાના વિભાગો વચ્ચે સંકલન નથી કે કેમ તેવો પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરે છે આ નવી સરકારી શાળા, જે ટૂંક સમયમાં ખુલશે અને તેની પાસે પડેલા કચરાના ઢગલા.
જેએમસી બંને માટે જવાબદાર
જામનગરને નવી સરકારી શાળા મળી રહી છે આ વાતની ખુશી છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાને આ સરકારી શાળાની નજીકમાં જ મેદાન પર પડેલા કચરાના ઢગલા દેખાતા નથી એનું પણ થોડું આશ્ચર્ય છે. તેની સફાઈની જવાબદારી પણ મહાનગરપાલિકાની જ છે જેણે આ શાળા બનાવી છે અને જે તેનું સંચાલન પણ કરશે. જે રીતે આ વિસ્તારમાં પડેલો કચરો મહાનગરપાલિકાને દેખાતો નથી તે રીતે જ નાના માસૂમ વિદ્યાર્થીઓને પણ શાળા સુધી પહોંચવા માટે આ કચરાના ઢગલામાંથી પસાર થવું પડશે તે કદાચ મહાનગરપાલિકાને દેખાતું નથી.
તે ક્યાં છે ?
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી એક સરકારી શાળા લગભગ તૈયાર છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. આ શાળા મ્યુનિસિપલ પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચલાવવામાં આવશે. વિચારવા જેવું છે કે જ્યારે આ શાળા માટે જમીન તૈયાર કરવામાં આવી રહી હતી અને તેના પર કામ ચાલી રહ્યું હતું ત્યારે શું મનપા અને તેના અધિકારીઓએ નજીકના મેદાનમાં પડેલા કચરાના ઢગલા અને ગંદકીની નોંધ લીધી ન હતી કે પછી ચમત્કારની આશા કરી રહ્યા હતાં, જે આ બધી ગંદકી જાતે જ સાફ થઇ જશે.
આ શાળાના ઉદ્ઘાટન માટે ઘણા અને મહેમાનો આવશે, જેથી તેમની અને મીડિયા સામે મહાનગરપાલિકાને તકલીફ ન પડે, શક્ય છે કે આ શાળાના ઉદ્ઘાટન પહેલા જ કચરાના ઢગલા હટાવી દેવામાં આવે અને ગંદુ મેદાન પણ થોડા સમય માટે સાફ કરવામાં આવે. પરંતુ હાલમાં જે રીતે આ મેદાન પર કચરાના ઢગલા છે, ભવિષ્યમાં પણ આવા જ કચરાના ઢગલા રહેશે કે હવેથી તેની સફાઈ થશે તે તો મહાનગરપાલિકા અને તેના અધિકારીઓ જ કહી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
April 28, 2025 01:26 PMજામનગર શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કાશ્મીરની ઘટના માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
April 28, 2025 12:39 PMપુષ્પા 2 ફેમ શ્રીલીલાએ બાળકી દતક લીધી
April 28, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech