શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન

  • August 07, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 શહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ અભય ચૌહાણની અધ્યક્ષતા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય બજેટ - ૨૦૨૪ અંતર્ગત ’પ્રબુદ્ધ નાગરિક સંવાદ’ તથા આગામી વિભાજન વીભીષિકા દિવસ, હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.


 આ સભામાં બજેટની વિવિધ યોજનાઓ તથા જોગવાઈઓ અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવેલ. નિર્મલા સીતારમનના જ્ઞાન (ૠઢઅગ) અર્થાત ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ માટેના આ બજેટને મહેશ કસવાલાએ વ્યાપક રીતે સમજાવેલ. આ પ્રબુદ્ધ સંમેલનમાં મેયર ભરત બારડ, શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, નરેશ મકવાણા, પાર્થ ગોંડલીયા, ભાવનગર પૂર્વના ધારાસભ્ય, સ્ટે. ચેરમેન રાજુ રાબડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન નીકુંજ મહેતા, પૂર્વ મહામંત્રી અરુણ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ પ્રકાશ ગોરસિયા, વરિષ્ઠ આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો, ઉદ્યોગપતિશ્રીઓ, વ્યાપારી અને સામાજીક સંસ્થાના આગેવાનો, કાર્યકર્તા મિત્રો તેમજ શુભેચ્છકો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application