સુંદર લુક કોને ન ગમે, પરંતુ આજકાલ વધતા પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીની અસર માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ ત્વચા પર પણ દેખાઈ રહી છે. આજકાલ મોટાભાગના લોકો બ્લેકહેડ્સની સમસ્યાથી પરેશાન છે. જે ચહેરા પર નાની ફોલ્લીઓ જેવા દેખાય છે. ત્વચાના છિદ્રોમાં જમા થયેલી ગંદકી, તેલ અને મૃત ત્વચાના કોષોને કારણે બને છે. જ્યારે છિદ્રોમાં હાજર મૃત ત્વચા કોષો ઓક્સિજનના સંપર્કમાં આવે છે અને ઓક્સિડાઇઝ થાય છે ત્યારે બ્લેકહેડ્સ થાય છે.
લોકો બ્લેકહેડ્સથી ખૂબ જ પરેશાન છે, જેના કારણે તેમના ચહેરાની ચમક ઊડી જાય છે. આ રીતે તમે આ બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા માટે ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.
ખાંડ અને મધ
બ્લેકહેડ્સ દૂર કરવા માટે રસોડામાં હાજર ખાંડ અને મધનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ચમચી ખાંડ અને મધ મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે 1 થી 2 મિનિટ સુધી મસાજ કરો. આ પછી ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરો. ધ્યાનમાં રાખો કે ચહેરાને વધુ મસાજ કરશો નહીં, તેનાથી ત્વચા લાલ થઈ શકે છે અને નિશાન પણ થઈ શકે છે. તેનો ઉપયોગ અઠવાડિયામાં માત્ર 1 થી 2 વખત કરી શકો છો.
કોફી અને નાળિયેર તેલ
બ્લેકહેડ્સ અને મૃત ત્વચાના કોષોથી રાહત મેળવવા માટે કોફી અને નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક ચમચીમાં સમાન માત્રામાં નારિયેળ તેલ મિક્સ કરો અને ચહેરા પર મસાજ કરો. તેમાં થોડું પણ લીંબુ ઉમેરી શકો છો.
મુલતાની મિટ્ટી
બ્લેકહેડ્સ અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરવા માટે તમે ટી ટ્રી ઓઈલ અને મુલતાની માટીનો ફેસ પેક પણ બનાવી શકો છો. આ માટે મુલતાની માટીને આખી રાત પાણીમાં પલાળી રાખો. આ પછી બીજા દિવસે જરૂર મુજબ મુલતાની માટી લો અને તેમાં ટી ટ્રી ઓઈલના 2 થી 3 ટીપાં નાખો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને સુકાઈ જાય પછી તેને ધોઈ લો.
પરંતુ તમારી ત્વચાના પ્રકાર અનુસાર રસોડામાં હાજર આ વસ્તુઓનાં ઉપયોગથી અમુક લોકોને કુદરતી વસ્તુઓથી પણ એલર્જી થઈ શકે છે. આવી સ્થિતિમાં સાવચેત રહો અને જો તમને ત્વચા સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા હોય અથવા ત્વચા સંવેદનશીલ હોય તો નિષ્ણાંતની સલાહ લો. આ વસ્તુઓનો બિલકુલ ઉપયોગ કરશો નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech