બચુનગરમાં એક શખ્સના વાડામાંથી રૂપિયા ૩.૩૬ લાખનો ઇંગલિશ દારૂ ઝડપાયો

  • September 09, 2024 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બચું નગર વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાક મકાનના વાડામાં સંતાડવામાં આવેલો રૂપિયા ૩.૩૬ લાખની કિંમતના ૭૦ પેટી ઇંગલિશ દારૂનો માતબર જથ્થો એલસીબીની ટુકડી એ પકડી પાડ્યો છે. જે દરોડા સમયે આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરના બચુનગર વિસ્તારમાં રહેતા મોસીન મોહમ્મદભાઈ ભાયા નામના વાઘેર શખ્સ ના રહેણાંક મકાનના વાડામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, જે બાતમી ના આધારે ગઈકાલે રાતે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો.


જે દરોડા દરમિયાન વાડા માંથી ૮૪૦ પેટી ઇંગલિશ દારૂ ની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ૩.૩૬.૦૦૦ ની કિંમતનો દારૂ કબજે કરી લીધો છે, અને આરોપી મોસીન ભાયા સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે, પરંતુ તે દરોડા સમયે ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધ ખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News