માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા મદદનીશ ઇજનેરો અને અધિક મદદનીશ ઈજનેરોની બદલીના હત્પકમો સરકાર દ્રારા ગત તારીખ ૨૧ સપ્ટેમ્બર અને ૩૦ ઓકટોબરના રોજ અલગ અલગ બે તબક્કે મોટા પ્રમાણમાં કરવામાં આવી હતી. પરંતુ બદલી કર્યાના લાંબા સમયગાળા પછી સંખ્યાબધં ઇજનેરોએ પોતાની મૂળ જગ્યા નહીં છોડતા અને બદલીના હત્પકમો ઘોળીને પી જતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડા છે.
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સંયુકત સચિવ (સેવા) અંજના રાઠોડે આ સંદર્ભે વડોદરા ખાતે આવેલ 'ગેરી'ના સંયુકત નિયામક, માર્ગ મકાન વિભાગના પંચાયતના તમામ વર્તુળોના અધિક્ષક ઇજનેરો, જીએસઆરટીસી, જીએસઆરઆરડીએ અને 'ગુડા'ના વહીવટી અધિકારીઓ તથા જિલ્લા પંચાયતોના વિકાસ અધિકારીઓને પરિપત્ર પાઠવીને જણાવ્યું છે કે સરકારે તારીખે ૨૧ સપ્ટેમ્બર અને ૩૦ ઓકટોબરના રોજ બદલીના જે હત્પકમો મદદનીશ ઇજનેરો અને અધિક મદદનીશ ઇજનેરો માટે કર્યા હતા તેમાં ઘણી બધી કચેરીઓ દ્રારા આ હત્પકમોનું અમલીકરણ થયું નથી.
સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની બદલીઓ અને નિયુકિત અંગેના માર્ગદર્શક સિદ્ધાંતોના નિયમ ૧૫ ની જોગવાઈ મુજબ યારે કોઈ અધિકારી કે કર્મચારીની બદલી થાય ત્યારે તેની તાત્કાલિક અમલવારી કરવાની હોય છે. આ માટે બદલી હેઠળના અધિકારી અને કર્મચારીને તાત્કાલિક છૂટા કરવા અને જે જગ્યાએ તેમને નિમણૂક આપવામાં આવી હોય ત્યાં હાજર કરવાના હોય છે.
આ નિયમને ધ્યાનમાં રાખીને જે કર્મચારીઓ અને અધિકારીઓએ બદલીના સરકારના હત્પકમનું પાલન નથી કયુ તેમણે હવે તાત્કાલિક કરવાનું રહેશે. અત્યાર સુધી શા માટે અમલવારી કરવામાં આવી નથી તેની સ્પષ્ટ્રતા બે દિવસમાં સંબંધિત અધિકારીઓએ કરવાની રહેશે. બે દિવસમાં આવા અધિકારી અને કર્મચારીઓને બદલીના સ્થળે ફરજિયાત હાજર થવાનું રહેશે અને તેનું પ્રમાણપત્ર માર્ગ મકાન વિભાગને રજૂ કરવાનો આથી આદેશ કરવામાં આવે છે. જો આમાં હવે ભૂલ થશે તો જવાબદારો સામે પ્રવર્તમાન બદલીઓ અને નિયુકિતઓ અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો મુજબની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે કે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા નર્મદા નિગમના સંખ્યાબધં ઇજનેરોની બદલી કરી હતી પરંતુ તેમણે પણ આ હત્પકમો માનવા માટે ઇનકાર કરી દીધો હતો. હવે ધીમે ધીમે તેની અસર સરકારના અન્ય વિભાગોમાં પણ જોવા મળતી હોય તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech