શહેરમાં ઉતરાયણ પર્વે આપઘાત અને આપઘાતના પ્રયાસની ઘટનાઓ પણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલા ખોડિયારનગર–૧૦માં રિસામણે રહેલી પરિણીતા, મોરબી રોડ પરની કોલેજની હોસ્ટેલમાં કોમ્પ્યુટરન એન્જીનીયરનો અભ્યાસ કરતા છાત્ર, કટારીયા ચોકડીથી નજીક આદિત્ય હાઉસીંગ સોસાયટીમાં મહિલાનો ઘરના છઠા માળેથી ઝંપલાવી, સરધાર ગામમાં નસગની વિધાર્થીનીએ આપઘાત કરી લીધાનુ સામે આવ્યું છે. તહેવાર પર્વે જ સ્વજનના અપમૃત્યુના બનાવથી શોકનો માહોલ છવાયો છે
ભાઈએ ગીત વગાડવા માટે મોબાઈલ લઇ લેતા બહેનનો આપઘાત
શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલા ખોડિયારનગર–૧૦માં પિતાના ઘરે રહેતી ભુમિકાબેન જેરામભાઈ સોલંકી (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ ગઈકાલે સાંજના સમયે પરિવાજનો અગાસીએ હતા ત્યારે પોતે મમાં પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બાજુના મમાં સુતેલા દાદી જાગીને મમાં વસ્તુ લેવા જતા પૌત્રીને લટકતી જોઇ બૂમો પાડતા પરિવારજનો નીચે આવી તાકીદે ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર ભૂમિકાબેન બે બહેન એક ભાઇમાં મોટી હતી. બે વર્ષ પૂર્વે ભાવનગરના ધોળા લંગાડા ગામે રહેતા વિશાલ મોઢવાણિયા સાથે લ થયા છે પરંતુ બંને વચ્ચે ઝગડો થતા એક વર્ષથી પિતાના ઘરે રિસામણે હતી. ગઈકાલે બપોરે પરિવાર સાથે અગાસીએ હતી ત્યારે તેનો મોબાઈલ ગીત વગાડવા માટે નાના ભાઈએ લીધો હતો જે પોતાને ન ગમતા માઠું લાગી જતા નીચે આવી પગલું ભરી લીધું હતું. વધુ તપાસ માલવીયા નગર પોલીસે હાથ ધરી છે.
પુત્ર યુવતીને ભગાડી જતા પરિવાર ધમકી આપતો હોવાથી માતાનો આપઘાત
કાલાવડ રોડ કટારીયા ચોકડીથી નજીક ઇસ્કોન મંદિર પાછળ આવેલી આદિત્ય હાઉસીંગ સોસાયટીમાં રહેતાં ઉષાબેન કિશોરભાઇ જાની (ઉ.વ.૫૨) નામના મહિલાએ સંક્રાંતિની આગલી સાંજે છઠ્ઠા માળેથી ઝંપલાવી લેતા પરિવારજનો દોડી ગયા હતા. ઉષાબેનને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ ગઈકાલે સવારે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર ઉષાબેનના પતિ કર્મકાંડનું કામ કરે છે. સંતાનમાં બે પુત્ર છે. સ્વજનના જણાવ્યા મુજબ ઉષાબેનનો પુત્ર ભરવાડ યુવતિને ભગાડી ગયો હતો અને યુવતિ પરિવારજનો જલાભાઇ, મેહત્પલ, ગોપાલ સહિતના ધમકી આપતાં હોવાથી ઉષાબેન બીકના કારણે ચિંતામાં આવી ગયા હતા પગલું ભરી લીધું હતું. આક્ષેપોના પગલે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નસિગની વિધાર્થીનીનો ગળેફાંસો ખાઈ આપઘાત
ભાવનગર રોડ પર આવેલા સરધાર ગામમાં સુકી સાજડીયાળી રોડ પર રહેતી સ્વાતિબેન હીરાભાઈ પરમાર(ઉ.વ ૨૫) નામની યુવતીએ તા. ૧૩ ના સાંજના સમયે પોતાના ઘરે પંખાના હુંકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ પરિવારજનોને થતા તુરતં ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ના ઇએમટીએ જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.એમ.ધરજીયા તથા ટીમે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી યુવતીના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરી લેનાર સ્વાતિ બે બહેન એક ભાઈના પરિવારમાં વચેટ હતી તેણે તાજેતરમાં જ નસિગનો અભ્યાસ પૂર્ણ કર્યેા હતો અને નોકરીની તૈયારી કરી રહી હતી. યુવતીએ કયાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે યુવતીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
કોલેજની હોસ્ટેલમાં કોમ્પ્યુટર એન્જીનીયરના છાત્રનો આપઘાત
શહેરના મોરબી રોડ પર આવેલી કોલેજની હોસ્ટેલમાં રહી કોલેજમાં જ કોમ્પ્યુટર એન્જીનીયરનો અભ્યાસ કરતો શા રેડ્ડી સાઈરામ રેડ્ડી (ઉ.વ.૧૯)ના છાત્રએ ગઈકાલે હોસ્ટેલના મમાં ઓછાડ છતના હંકમાં બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. મનો દરવાજો ખુલ્લો હોવાથી મ પાર્ટનર અંદર જોતા યુવક લટકતો હતો. આ જોઈ બુમાબુમ કરતા હોસ્ટેલ સંચાલક અને અન્ય છાત્રો દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ જીવ બચી શકયો નહતો. યુવક મૂળ તેલંગણાનો વતની હતો. બનાવની જાણ પરિવારને કરવામાં આવતા માતા–પિતા સહિતના રાજકોટ આવી પહોંચ્યા હતા. યુવકે કયાં કારણોસર પગલું ભયુ એ કારણ સામે આવ્યું નથી. વધુ તપાસ બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
આપઘાતના પ્રયાસના ૬ બનાવ
આપઘાતના પ્રયાસના બનાવમાં મહીકામાં સાંજે આઠેક વાગ્યે ઘરે હતા ત્યારે ઘનશ્યામ રવીન્દ્રભાઈ ગોંડલીયા એ ફિનાઈલ પી લીધું હતું. સોરઠીયા પ્લોટ–૦૯માં રહટેએ વિપુલ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.૨૩)ના યુવકે જિલ્લા ગાર્ડન પાસે ફિનાઈલ પી લીધું હતું. ગોંડલ રોડ પરના એસટી વર્ક શોપ પાછળ આંબેડકર નગરમાં રહેતા નીતિન વલ્લભભાઈ પરમાર (ઉ.વ.૨૭)ના યુવકે વાજડી વીરડા જઈ ઝેરી દવા પી લીધી હતી. જયારે મહીકામાં ગોકુલપાર્કમાં રહેતા હિરલબેન અવિનાશભાઈ પરમાર (ઉ.વ.૨૩) ના પરિણીતાએ સવારે દસેક વાગ્યે ઘરે ફિનાઈલ પીધું હતું. તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જુદા જુદા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસએ તપાસ હાથ ધરી છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા : સિંહણ નર્સરી ખાતે વન કવચનું લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા
January 15, 2025 06:15 PMજામનગરમાં નિવૃત્ત આર્મી મેને 1.81 કરોડ ઓનલાઇન ફ્રોડમા ગુમાવ્યા
January 15, 2025 05:45 PMજામનગર જીલ્લાના વાંસજાળિયા ગામે મેજરબ્રિજનું કેબીનેટમંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાતમુહુર્ત
January 15, 2025 05:39 PMજામનગરના મોટી ખાવડીથી રણુજા જાય છે સંઘ, 45 વર્ષની પરંપરા આજે પણ છે યથાવત
January 15, 2025 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech