જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના એક દૂરના જંગલ વિસ્તારમાં આજે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા હતા, જ્યારે સેનાના એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) શહીદ થયા હતા. આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશને કેશવાનના જંગલોમાં છુપાયેલા આતંકવાદીઓને ઘેરી લીધા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એ જ આતંકવાદી જૂથ છે જેણે હાલમાં જ બે ગ્રામ રક્ષકોની હત્યા કરી હતી. હાલમાં ઘાયલ સૈનિકોને ઉધમપુર મોકલવામાં આવ્યા છે, જ્યાં ત્રણની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
ગુરુવાર સાંજથી કિશ્તવાડના કુંટવાડા અને કેશવાન જંગલોમાં આતંકવાદ વિરોધી અભિયાન ચાલી રહ્યું છે. સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતી મળ્યા પછી, સુરક્ષા દળોએ ભારત રિજ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન ગોળીબાર થયો હતો અને બંને પક્ષો વચ્ચે હજુ પણ ભારે ગોળીબાર ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકીઓ ફસાયા હોવાની શક્યતા છે.
આતંકીઓ સામે સેનાનું ઓપરેશન ચાલુ
શ્રીનગરના નિશાત વિસ્તારમાં પણ આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જ્યાં એક ઘરમાં છુપાયેલા આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ શનિવાર રાતથી જ આ ઓપરેશન શરૂ કરી દીધું હતું. દાચીગામ નેશનલ પાર્ક એન્કાઉન્ટર સ્થળથી અમુક અંતરે છે, જ્યાંથી આતંકવાદીઓ જંગલોમાં ભાગવાનો પ્રયાસ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ સામેલ હોય શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા આ આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સુરક્ષા દળો સતત આતંકવાદીઓને ઘેરવામાં અને તેમના ઠેકાણાઓને ખતમ કરવામાં વ્યસ્ત છે.
આતંકવાદી હેન્ડલર્સની મિલકતો પર કાર્યવાહી
આ સિવાય શનિવારે સોપોરના રામપોરા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો અને બેથી ત્રણ આતંકીઓને ઘેરી લીધા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકવાદીઓ અને તેમના ઇકોસિસ્ટમને ખતમ કરવા માટે ઉત્તર કાશ્મીરના હંદવાડામાં ચાર આતંકવાદી હેન્ડલર્સની મિલકતો પણ જપ્ત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટથી દિલ્હી જતી ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં આગ ભભૂકી
November 22, 2024 10:13 AMત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech