લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક (આઈઓબી) ના લોકર તોડીને કરોડો પિયાની લૂંટ કરનાર ગેંગનો બીજો લુખ્ખો સની દયાલ પણ પોલીસ દ્રારા એન્કાઉન્ટરમાં માર્યેા ગયો છે. યુપી–બિહાર બોર્ડર પર ગાઝીપુરમાં ગઈકાલે મોડી રાત્રે આ એન્કાઉન્ટર થયું હતું. અગાઉ, લખનૌમાં કિસાન પથ પર સોબિંદ કુમાર સાથે પોલીસનું એન્કાઉન્ટર થયું હતું, જેમાં તે માર્યેા ગયો હતો.
ગાઝીપુરમાં બિહાર બોર્ડર પર એન્કાઉન્ટરમાં સની દયાલનું મોત થયું હતું. આ એન્કાઉન્ટર ગહમર પોલીસ સ્ટેશન વિસ્તારની બારા પોલીસ ચોકી પાસે થયું હતું. ગાઝીપુરના એસપી ઈરાજ રાજાએ બેંક લૂંટમાં સામેલ સની દયાલના મોતની પુષ્ટ્રિ કરી છે.
ઈન્ડિયન ઓવરસીઝ બેંકનું લોકર તોડી ચોરીના કેસમાં અત્યાર સુધીમાં બે ગુનેગારોના મોત થયા છે, ત્રણ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે યારે બે હજુ ફરાર છે. મિથુન કુમાર અને વિપિન કુમારને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે.
ગઈકાલે લખનૌ પોલીસે ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં ચોરીના ૨૪ કલાકની અંદર એન્કાઉન્ટર કર્યા પછી બિહારમાંથી એક ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. બીજી કારમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર આરોપીઓ સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા. ભાગી છૂટેલા લોકોમાં સોબિંદ કુમાર અને સની દયાલનો સમાવેશ થાય છે. આ સિવાય પકડાયેલા લોકોની ઓળખ અરવિંદ કુમાર, બલરામ કુમાર અને કૈલાશ બિંદ તરીકે થઈ છે. ત્રણેય પોતાની એસ્ટીલો કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને આઉટર રીંગ રોડ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે પકડાયેલા ત્રણેય આરોપીઓની ઉંમર ૨૨ થી ૨૮ વર્ષની વચ્ચે છે. ગઈકાલે સવારે લગભગ ૮ વાગ્યે તેમની કાર ચિનહાટના લૌલાઈ ગામ પાસે રોકાઈ હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, યારે રોકવાનું કહેવામાં આવ્યું, ત્યારે આરોપીઓએ પોલીસ પર ગોળીબાર કર્યેા. પોલીસે જવાબી કાર્યવાહી કરી જેમાં એક આરોપી, અરવિંદ કુમારને પગમાં ગોળી વાગી. બલરામ, જે તેની સાથે કારમાં હતા. કુમાર અને કૈલાશ બિંદની પણ ધરપકડ કરવામાં આવી છે.
બિહારની આ ગેંગના સભ્યો ૨૩મી ડિસેમ્બરના રોજ વહેલી સવારે ચિનહાટ સ્થિત ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં દિવાલમાં ૨.૫ ફટનું કાણું પાડીને પ્રવેશ્યા હતા. તેઓએ ૯૦ લોકરમાંથી ૪૨ લોકરમાંથી કિંમતી સામાનની લૂંટ કરી હતી. આ ઘટના રવિવારે સવારે ત્યારે પ્રકાશમાં આવી યારે એક સ્થાનિક દુકાનદારે બેંકની દિવાલમાં કાણું જોયું અને અધિકારીઓને જાણ કરી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઈસ્ટર્ન ઝોન) શશાંક સિંહે જણાવ્યું હતું કે આ ગેંગમાં સાત સભ્યોનો સમાવેશ થાય છે, જેમાંથી છ બિહારના વિવિધ જિલ્લાના રહેવાસી છે. સાતમો આરોપી વિપિન કુમાર વર્મા લખનઉનો રહેવાસી છે. વિપિન વર્માએ જ બેંકની તપાસ કરી હતી અને લખનૌમાં ગેંગના સભ્યોના રહેવા, ભોજન, વાહનો વગેરેની વ્યવસ્થા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech