પોલીસ હેડ કવાર્ટર કેમ્પસની બહાર રહેતા કર્મચારીઓને હવે રોલકોલમાંથી મુક્તિ!

  • December 07, 2023 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે કોઈને કોઈ મુશ્કેલીઓ સમયાંતરે ઉદભવતી રહે છે. તાજેતરમાં જ રોેલકોલમાં ફરજિયાત હાજરીને લઈને કર્મચારીઓમાં કચવાટ ફેલાયો હતો. હવે ફરી નવી સૂચના જાહેર કરાઈ છે કે રોેલકોલમાં હાજર રહેવામાંથી મુક્તિ (રોેલકોલ માફી) જોઈતી હોય તે કર્મચારીઓને મુક્તિ મળશે. આ નવી સૂચનાને લઈને ખાસ કરીને તો મહિલા કર્મચારીઓને હાશકારો થયો હશે, કારણ કે રાત્રે આઠના કે આવા અરસાના સમયે હાજર રહેવું પડતું.


પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા મહિલા તથા પુરુષ કર્મચારીઓમાં ઘણા એવા કર્મચારીઓ છે કે, તેમને પોલીસ હેડ કવાર્ટર કેમ્પસમાં રહેવા માટેનું સરકારી આવાસ ફાળવાયું ન હોય. અથવા તો કેમ્પસ બહાર તેઓ શહેરના અન્ય વિસ્તારોમાં રહેતા હોય અને કવાર્ટર સ્વીકાર્યુ ન હોય. થોડા વખતથી હેડ કવાર્ટરના કર્મચારીઓ મહિલા-પુરુષ બન્નેએ રોલકોલમાં હાજર રહેવા માટેનું ફરમાન કરાયું હતું. રોલકોલ સાંજે આઠ કલાકે મહત્તમપણે લેવાતો હોય છે. જો કોઈ ઓચિંતી કામગીરી કે ખાસ પ્રોજેકટ સૂચના હોય તો કયારેક અન્ય સમયે અચાનક સ્ટાફને એકત્રિત કરાતા હોય છે. રોલકોલમાં સમી સાંજ બાદ હાજર રહેવાનું કેમ્પસમાં રહેતા હોય તેઓ માટે તો થોડું સરળ બને પણ જે શહેરમાં અન્યત્ર વિસ્તારોમાં રહેતા હોય તેઓએ બે કિ.મી.થી છ, સાત કિ.મી. જેવા અંતરે દૂર રહેતા હોય ત્યાંથી પાંચ, દશ મિનિટના રોલકોલ માટે આવવું પડે.


જેમની નાઈટ ડયૂટી હોય તે થોડા વહેલા આવી જાય તો રોલકોલ એટેન્ડ કરી લે. જેઓની ડયૂટી પુરી થઈ હોય તેમને ફરી રોલકોલ માટે આવવું પડે. ખાસ તો મુશ્કેલી મહિલા કર્મચારીઓને વધુ પડતી હતીનો કચવાટ હતો. જે બાબતે ‘આજકાલ’ અખબાર દ્વારા બે દિવસ પૂર્વે તા.3ના રોજ અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. ઉચ્ચ અધિકારીઓની કે જવાબદારોની ધ્યાને આ મુશ્કેલી અહેવાલ બાદ ઉડીને આંખે આવી હશેની માફક ગઈકાલે હેડ કવાર્ટરમાં રોલકોલમાંથી મુક્તિ (રોલકોલ માફી)ને લઈને નવી હકારાત્મક સૂચના જાહેર કરાઈ છે.


પ્રાપ્ત થયેલી વિગતો મુજબ હવે નવી સૂચના એવી જાહેર કરાઈ છે કે હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓ કે જે કોઈ કર્મચારી હેડ કવાર્ટરની બહાર રહેતા હોય તેમણે રોલકોલ માફી (મુક્તિ) જોઈતી હોય તેવા કર્મચારીઓએ પોતાના રહેણાંકના સરનામા સાથે સંબંધિત અધિકારી, ટેબલ પર રિપોર્ટ જમા કરાવી દેવો. પોલીસ કર્મચારીઓને રોલકોલમાંથી રિલેકશેશન અપાયાના હકારાત્મક પગલાંથી કર્મચારીઓમાં પણ આનંદ છવાયો છે કે, હવે પાંચ-દશ મિનિટ માટે પાંચ-દશ કિલોમીટરનો ધક્કો નહીં થાય પેટ્રોલ, સમય બન્નેની બચત સાથે પારિવારિક કોઈ કામકાજ થઈ શકશે.

અધિકારીઓના હકારાત્મક અભિગમ સાથે કર્મચારીઓની પણ ફરજ બની રહે છે કે, જયારે ફરજ જર કે એવા અગત્યના કામ માટે ઈમરજન્સી બોલાવવામાં આવે ખાસ રોલકોલ લેવામાં આવે ત્યારે સમય કાઢીને હાજર રહેવુ પણ જરી છે. નહીં કે એ સમયે પણ અમે તો બહાર રહીએ છીએ, રિપોર્ટ આપેલો છે ન આવી શકીએ આવા બહાના બતાવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application