શહેરના આજી જીઆઇડીસીમાં આવેલી પીએનપી કોર્પોરેશન નામની પેઢીએ આર્થિક મદદ માટે આપેલી રકમ પરત કરવા આપેલો રૂપિયા પાંચ લાખનો ચેક રિટર્ન થવાનો કેસ ચાલી જતા કર્મચારીને દોઢ વર્ષની સજા અને ચેક મુજબનું વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, શહેરના આજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પીએનપી કોર્પોરેશન નામની પેઢીએ કર્મચારી આકાશ હિતેશભાઈ ભાડેસીયાને આર્થિક મદદ માટે આપેલી હાથ ઉછીની રકમ પરત કરવા આપેલો રૂપિયા ૫.૦૩ લાખનો ચેક બેંકમાંથી વગર વસૂલાતે પરત ફર્યો હતો. જે અંગે કાયદાકીય જોગવાઈ મુજબ વકીલ મારફતે લીગલ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં આકાશ ભાડેસીયાએ પેઢીને રકમ પરત ન ચૂકવતા અંતે પેઢીના વહીવટકર્તા નરેશ ગુણોત્તરાય શેઠે પેઢીના કર્મચારી આકાશ હિતેશભાઈ ભાડેસીયા સામે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. જે કેસમાં આરોપીને સમન્સ બજતા હાજર રહી કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ મેજિસ્ટ્રેટ એ.પી ડેરે આકાશ હિતેશભાઈ ભાડેશિયાને દોઢ વર્ષની કેદની સજા તથા ચેક મુજબનું રૂપિયા ૫.૦૩ લાખનું વળતર એક માસની અંદર ચૂકવી આપવા હુકમ કર્યો છે. જો ચેકની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી વકીલ તરીકે બીનેશ પટેલ અને રાજેશ પટેલ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેર અને જિલ્લામાં આજે ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી
March 31, 2025 11:50 AMદેશી લુકમાં આરાધ્યા બચ્ચનનું સૌન્દર્ય જોઈ ફેન્સ આકર્ષિત
March 31, 2025 11:47 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
March 31, 2025 11:44 AMડંકી રૂટથી યુએસમાં માનવ તસ્કરી કરતા મુખ્ય આરોપીની ધરપકડ
March 31, 2025 11:43 AMખંભાળિયામાં રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
March 31, 2025 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech