ભોપાલમાં પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, સોનિયા અને રાહુલ ગાંધી હતા સવાર

  • July 18, 2023 08:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિપક્ષી એકતાની બીજી મોટી બેઠક આજે બેંગલુરુમાં થઈ હતી. આ બેઠકમાં 26 વિરોધ પક્ષોએ ભાગ લીધો હતો. બે દિવસીય બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ બેઠક બાદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિમાન દ્વારા દિલ્હી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેના પ્લેનમાં ટેક્નિકલ ખામી જોવા મળી હતી. આ પછી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ફ્લાઈટ ભોપાલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી છે. આ સમયે ભોપાલમાં હવામાન પણ ખરાબ છે, તેથી બંને નેતાઓ ભોપાલ એરપોર્ટના વીઆઈપી લોન્જમાં હવામાન સુધરવાની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે હવે તે ઈન્ડિગોની સામાન્ય ફ્લાઈટમાં 9:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application