વારાણસીથી મુંબઈ જઈ રહેલી આકાસા એરલાઈન્સની લાઈટ હજારો ફટ ઉપર ઉડી રહી હતી એવામાં એક યાત્રીની તબિયત લથડતા પ્લેનનું ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તો અને યાત્રીને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ પ્લેન વારાણસીથી ટેકઓફ થયું ત્યારે તેમાં કુલ ૧૭૨ મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયાના થોડી જ વારમાં એક યાત્રીની તબિયત લથડી હતી. પ્લેનમાં જ પેસેન્જરને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતાં વિમાનને ઉતાવળે ભોપાલમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગને લઈને અકાસા એરલાઈન્સ દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વારાણસીથી મુંબઈ માટે ઉડાન ભરી રહેલી આકાસા એરની લાઈટ કયુપીઆઈ ૫૨૪ મેડિકલ ઈમરજન્સીના કારણે ટ ડાયવર્ટ કરીને ભોપાલમાં લેન્ડ થઈ હતી. કેબિન ક્રૂ અને તાત્કાલિક સહાય પૂરી પાડનાર ડોકટરના શ્રે પ્રયાસો છતાં, કમનસીબે, પેસેન્જરનું મૃત્યુ થયું. એરપોર્ટના ડાયરેકટર રામજી અવસ્થીએ જણાવ્યું હતું કે, એક મુસાફરને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થયા બાદ પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યેા હતો.અને સવારે ૧૧.૪૦ કલાકે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. રામજી અવસ્થીએ કહ્યું હતું કે મુસાફરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પરંતુ તેમનો જીવ બચી શકયો ન હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech