ખંભાળીયા તાલુકાના વડત્રા ગામ પાસેથી ગ્રામ્ય પંથકમાં વીજ વોલ્ટેજ તથા વીજ સમસ્યાની વ્યાપક પરેશાન હોવાથી આ પ્રશ્ર્ન હલ કરવા માટે સ્થાનિક આગેવાનો દ્વારા સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સરકાર દ્વારા ખંભાળીયા તાલુકાના બેરાજા ગામે કરોડોના ખર્ચે નવું સબ સ્ટેશન મંજુર કરાયું હતું.
આ વિસ્તારમાં વિજ લાઇનના કામ ચાલુ થવાની સાથે અહીં સબ સ્ટેશનનું કામ શરુ થયું હતું. કરોડો રુપિયાના ખર્ચે આધુનિક મશીનરી સાથેનું સબ સ્ટેશન આજથી આશરે ચારેક વર્ષે પૂર્વે તૈયાર થઇ ગયું હતું, પરંતુ વિજલાઇનો વચ્ચેના પોલને ખેડૂતો દ્વારા ઉભા કરવા ન દેતા લાઇનનું કામ અટકી ગયું હતું. હાલ આ પ્રશ્ર્નને આશરે ચાર વર્ષ કરતા વધુ સમય થઇ ચૂક્યા છે. જેના કારણે સબ સ્ટેશનમાં રહેલી કરોડો રુપિયાની મશીનરીનો ગેરંટી પિરિયડ પણ પૂરો થઇ ગયો છે.
તેમ છતાં પણ વિજલાઇનો કાર્યરત ન થતા ગંભીર વિજ પ્રશ્ર્નો ઉભા થતા હતા. આ મહત્વના પ્રશ્ર્ન અંગે અહીંના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી અધિકારીઓના પ્રયાસોથી બાકી રહેલા વીજ લાઇનના અધૂરા કામ હવે પૂર્ણ થાય તે દિશામાં પગલાઓ લેવાયા છે.
અહીં સમજાવટભર્યા પ્રયાસથી આગામી માસમાં બાકી રહેલા તમામ વિજ વાયરો સાથે પોલ ઉભા થઇ જશે અને બેરાજા સબ સ્ટેશન કે જે આશરે સાડા ચાર માસ વર્ષ પૂર્વે બની ચૂક્યું હતું. તે પણ હવે કાર્યરત થઇ જશે. જેના પરિણામે લોકોને વિજ સમસ્યામાંથી મુકિત મળશે અને ગ્રામ્ય પંથકનો આ ગંભીર વિજ પ્રશ્ર્ન હલ થઇ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રજાલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય માટે એઆઈ ટેકનોલોજી અસરકાર
November 23, 2024 10:41 AMમહારાષ્ટ્રમાં મહાયુતિને લીડ ઝારખંડમાં JMM+
November 23, 2024 10:31 AMમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech