કાલાવડ તાલુકાના નાના-મોટા પાંચદેવડા, છતર, ગોકુલનગર, પાણાખાણ, બેડી રીંગરોડ અને જામનગર શહેર વિસ્તારમાં ૨૫ સ્થળોએ વિજ ચોરી પકડાઇ
પીજીવીસીએલ દ્વારા ચેકીંગ ડાઇવ ચાલું જ રહી છે ત્યારે ગઇકાલે કાલાવડ અને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી ગઇકાલે રુા.૧૪.૧૦ લાખની વિજ ચોરી પકડાઇ છે, બે દિવસમાં ૨૦.૯૪ લાખની વિજ ચોરી પકડવામાં તંત્ર સફળ થયું છે, આગામી દિવસોમાં હજુ વધુ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
ગઇકાલે કાલાવડ તાલુકાના નાના-મોટા પાંચદેવડા, છતર, ઉપરાંત ગોકુલનગર, પાણાખાણ, બેડી રીંગ રોડ અને જામનગર શહેર વિસ્તારના દરોડા પાડવામાં આવ્યા હતાં, ગઇકાલે પીજીવીસીએલની ૧૬ ટીમ દ્વારા ૨૦૨ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતાં જેમાં ૨૫માંથી વિજ ચોરી પકડવામાં આવી હતી અને રુા.૧૪.૧૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, એસઆરપીના ૧૦, ૬ પોલીસમેન હાજર રહ્યા હતાં.
પીજીવીસીએલ દ્વારા બે દિવસમાં ૨૦.૯૪ લાખની વિજ ચોરી પકડવામાં આવી છે, સતત વિજ ચેકીંગ થઇ રહ્યું છે, એક તરફ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર સામે ખુદ ઇજનેરોએ આંદોલનના મંડાણ શરુ કર્યા છે, બીજી તરફ સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech