પીજીવીસીએલ દ્વારા હોટલ ખોડીયાર ભવનમાં ચેકીંગ કરાયા બાદ ગેરકાયદેસર વિજ જોડાણ કરાતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ
પીજીવીસીએલ દ્વારા છેલ્લા અઠવાડીયાથી ઠેર-ઠેર ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, ચાર દિવસમાં આશરે પોણા બે કરોડની ચોરી પકડાઇ છે ત્યારે દ્વારકા શહેરમાં આવેલી એક હોટલમાં પીજીવીસીએલના સંચાલકોને મળેલી બાતમી બાદ સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવતા મોટા પાયે વિજ ચોરી થતી હોવાનું ઘ્યાને આવ્યું હતું, ત્યારે ા.17 લાખનું હોટલના સંચાલકોને બીલ ફટકારવામાં આવ્યું છે, કમ્પાઉન્ડીંગ ચાર્જની ા.1.50 લાખની વધારાની રકમ પણ ભરી આપવા એસેસમેન્ટ કરાયું છે.
પીજીવીસીએલના સુત્રોના જણાવ્યા મુજબ નાગેશ્ર્વર રોડ પર આવેલ હોટલ ખોડીયાર ભવનમાં ચેકીંગ કરાતા સંચાલક ભુટાભા બબાભા સુમણીયા દ્વારા પોતાના ધંધાના સ્થળમાંથી બાજુમાં પસાર થતાં હળવા દબાણના વિજ પોલમાંથી ગેરકાયદેસર વિજ જોડાણ મેળવી 20 મીટર જેટલો સર્વિસ વાયર ખેંચી લીધો હતો અને તેના દ્વારા વિજ ચોરી થતી હોવાનું જાણવા મળે છે.
પીજીવીસીએલની ટુકડી દ્વારા સમગ્ર કાર્યવાહીનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું અને પંચની બ વિજ જોડાણ, લંગરીયું જેનો 20 મીટર વિજ વાયર ઉતારીને સંચાલક ભુટાભા સુમણીયા સામે વિજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને 17 લાખ 24 હજાર 582નું વિજ ચોરીનું પુરવણી બીલ પણ આપવામાં આવ્યું છે તેમજ અલગથી ા.દોઢ લાખ કમ્પાઉન્ડીંગ ચાર્જની રકમ એસેસમેન્ટ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech