જામનગર કાલાવડ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં ૪૪ ટીમો દ્વારા વિજ ચેકીંગ

  • January 03, 2025 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પીજીવીસીએલ દ્વારા ચાર દિવસ ચેકીંગ કર્યા બાદ આજે પાંચમાં દિવસે જામનગર શહેરના દરબારગઢ, કાલાવડ નાકા બહાર સહિતના વિસ્તારો તેમજ દ્વારકા, ઓખા, શહેર તથા આજુબાજુના ગામડા વિસ્તારો તેમજ કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૪૪ ટીમો દ્વારા આજ સવારના ૭ વાગ્યાથી વિજ ચેકીંગની કાર્યવાહી શ‚ કરવામાં આવી છે, જેમાં એસઆરપીના જવાનો અને સ્થાનિક પોલીસના કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા હતાં.

જામનગર શહેર-જિલ્લા સહિત હાલાર પંથકમાં ગત સોમવારથી વીજ તંત્ર દ્વારા  વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આજે ચોથા દિવસે પણ હાલારમાં ૪૬ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઇ હતી જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે. ગઇકાલે કુલ ‚ા.૫૭.૫૭ લાખની પાવાર ચોરી ઝડપી લેવામાં આવી હતી.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં ૨૬ જેટલી વિજચેકિંગ ટુકડીને મેદાનમાં ઉતારવામાં આવી હતી અને કુલ રુ.૨૩.૧૦ લાખનાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતાં. મંગળ વારે પણ વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રૂપિયા ૨૫.૬૫ લાખના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતાં. જ્યારે ત્રીજા દિવસે  વીજ ચેકિગમાં કુલ ‚ા.૫૬.૨૫ લાખનાં વીજ પૂરવણી બિલ આપવામાં આવ્યા હતાં.

દરમિયાન ગુરુવારે સતત ચોથા દિવસે પણ વીજ ચેકીંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. ગઇકાલે ૪૬  ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેરના વૈશાલીનગર, બેડેશ્વર, પુનિતનગર, રામેશ્વરનગર, નીલકમલ સોસાયટી અને  મહાકાળી સર્કલ વિસ્તાર ઉપરાંત ખંભાળિયા શહેર તેમજ જામનગર તાલુકાના બાલાચડી, સચાણા અને દરેડમાં કુલ ૫૭૨ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતાં જેમાંથી ૯૮ વીજ જોડાણમાં ગેરરિતી જોવા મળી હતી. આવા આસામીઓને રૂપિયા ૫૭  લાખ ૫૭ હજારનાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતાં. ગઇકાલની કાર્યવાહીમાં ૧૦ લોકલ પોલીસ અને ૧૬ એસઆરપી જવાનોની મદદ લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application