પોરબંદરના પોલીસ હેડકવાર્ટર ખાતે બંધ સ્ટ્રીટલાઇટનું સમારકામ કરાવવા માટે ઇલેકટ્રીશ્યનને બોલાવાયો હતો અને નગરપાલિકા દ્વારા હાઇડ્રોલીક ટ્રોલીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. સમારકામ વખતે કોઇ કારણોસર આ ટ્રોલી પલ્ટી જતા ઇલેકટ્રીશ્યનનું મોત નિપજ્યુ છે અને ત્યાં પાસે ઉભેલ એક પાકિસ્તાની નાગરિક કે જે સજા પૂર્ણ થયા બાદ નજરકેદ હતો તેને પણ ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. બનાવની વિગત એવી છે કે પોરબંદરના પોલીસ હેડકવાર્ટરમાં સ્ટ્રીટલાઇટ બગડી ગઇ હોવાથી તેના સમારકામ માટે ઇલેકટ્રીશ્યનને બોલાવવામા આવ્યા હતા. ખાનગીમાં ઇલેકટ્રીક રીપેરીંગનું કામ કરતા અને રાવલીયાપ્લોટમાં રહેતા ૬૪ વર્ષના યોગેશભાઇ મનસુખભાઇ થાનકી તેનું સમારકામ કરવા માટે આવ્યા ત્યારે પોલ ઉપર સમારકામ માટે પોરબંદર-છાયા નગરપાલિકાની હાઇડ્રોલીક ટ્રોલી મંગાવવામાં આવી હતી અને યોગેશભાઇ થાનકી ટ્રોલી ઉપર ચડીને કામ કરતા હતા ત્યારે અચાનક જ એ ટ્રોલી એકબાજુ નમી જતા પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ગંભીર ઇજા થતા યોગેશભાઇનું મોત નિપજ્યુ હતુ જ્યારે તેની નજીકમાં જ ઉભેલા પાકિસ્તાની નાગરિક મિર્ઝાન હબીબખાન ઉ.વ.૩૨ને પણ ઇજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની નાગરિક મિર્ઝાનની સજા પૂર્ણ થઇ ગઇ હતી અને તેને પાકિસ્તાન મોકલવાની પ્રક્રિયા પૂર્ણ થાય નહી ત્યાં સુધી પોલીસ હેડકવાર્ટર ખાતે નજરકેદ રાખવામાં આવ્યો હતો. તે અવારનવાર મેદાનમાં આંટા મારતો હોવાનું પોલીસે જણાવ્યુ હતુ પરંતુ અકસ્માત થયો ત્યારે તે ત્યાં શું કરતો હતો? તે અંગેની વિગતો પોલીસ દ્વારા જાહેર કરી શકાઇ નથી.
પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે પોલીસ હેડકવાર્ટરમાં લાઇટનું સમારકામ કરાવવા માટે તેમના તરફથી કારીગરને બોલાવાયા હતા અને અમારી પાસે માત્ર ટ્રોલી મંગાવવામાં આવી હતી. જેથી ડ્રાયવર સાથેની ટ્રોલી જ અમે મોકલી હતી તેમ ઉમેર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech