સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બે વર્ષથી અટકેલી ચૂંટણી ઓકટોબરમાં યોજાવાની શકયતા

  • April 02, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારે જુલાઈ ૨૦૨૨માં સનિક સ્વરાજ્યની સંસઓમાં ઓબીસી અનામત મુદ્દે ઝવેરી આયોગની રચના કરી હતી. આ પંચ દ્વારા ગત જુલાઈ ૨૦૨૩માં પોતાનો રિપોર્ટ મુખ્ય મંત્રીને સોંપ્યો હતો પછી કેબિનેટની બેઠકમાં ઝવેરી આયોગની ભલામણો લાગુ કરવાનો નિર્ણય કરાયો હતો. આ અનામતના કારણે સનિક સ્વરાજ્યની ચૂંટણી વિલંબિત વા પામી છે જે આગામી ઓક્ટોબર મહિનામાં યોજાય તેવા સંકેત મળી રહ્યા છે.

ગુજરાતમાં ઓબીસી કેટેગરીમાં આવતી અંદાજે ૧૪૬ જેટલી જ્ઞાતિઓ છે. વર્ષ ૧૯૩૧માં છેલ્લ ી જાતિ આધારિત વસ્તી ગણતરી ઈ હતી. ત્યારબાદ ક્યારેય જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ની તેના કોઈ સત્તાવાર આંકડા ની. ૧૯૩૧ની વસ્તી ગણતરીના આધારે ગુજરાતમાં ૫૨ ટકા જ્ઞાતિઓનો ઓબીસી કેટેગરીમાં સમાવેશ થાય છે.

છેલ્લા  બે વર્ષી ગુજરાતમાં સનિક સ્વરાજ્યની સંસઓ જેવીકે, ગ્રામ પંચાયતોની ચૂંટણી અટકેલી હતી. આ વિલંબ પાછળનો મુખ્ય મુદ્દો ૨૭ ટકા ઓબીસી અનામત લાગુ કરવાનો હતો.આી હવે ગુજરાતમાં અટવાઈ પડેલી સનિક સ્વરાજ્યની સંસઓની ચૂંટણી, રાજ્ય સરકારે ઝવેરી પંચની ભલામણો સ્વીકારી લીધી હોવાી,જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણોનો સ્વીકાર કરીને અમલવારી માટે સમર્પિત આયોગ દ્વારા ઓબીસી વસ્તીના આંકડા જે ગણતરીમાં લીધા છે, તેમાં કલેકટર કચેરીની ચૂંટણી શાખાના આંકડા, આરોગ્ય વિભાગના આંકડા, વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન ધોરણ-૧માં પ્રવેશ મેળવનારાં બાળકોના આંકડા, મતદાર યાદીમાં ઓબીસી મતદારોના આંકડા, બ્રિટિશ સમયની વસતી ગણતરીના આંકડા, કમિશન દ્વારા વિભાગીય કક્ષાએ વિવિધ સમાજો દ્વારા યેલી રજૂઆતોના આંકડા, ગ્રામીણ વિસ્તારોમાં ૫૨ ટકા અને શહેરી વિસ્તારોમાં ૪૬.૪૩ ટકા મળી ઓબીસીની વસ્તી રાજયમાં ૪૯.૨૦ ટકા અંદાજવામાં આવેલી છે.

આ તમામ બાબતો બાદ રાજય ચૂંટણી આયોગ દ્વારા સનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે જેના માટે જરૂરી કામગીરી શરૂ કરી દેવાય છે ટૂંક સમયમાં નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લ ા પંચાયતમાં રોટેશનની જાહેરાત કરવામાં આવશે. મહદ અંશે આ તમામ ચૂંટણી આગામી ઓક્ટોબર મહિનામાં યોજાય તેવી પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે આમ લોકસભાની ચૂંટણી બાદ સનિક સ્વરાજ્યની સંસઓની ચૂંટણીઓ આવશે.તે વાત નકકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application