ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડીંગ છે અને લાંબા સમયથી વહીવટદારનું શાસન છે. જો કે તેની ચૂંટણી જાહેર નથી કરવામા આવી તેનો દોષનો ટોપલો રાય ચૂંટણી પંચે રાય સરકાર પર ઢોળતા કહ્યું હતું કે, સરકાર તરફથી ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત ૨૭ ટકા પ્રમાણે કરવાના જાહેરનામાના નિયમો સુધારવાની જાણકારી દોઢ મહિના પહેલા જ અપાતા પ્રક્રિયા બાકી હોવાથી તેને બાકાત રખાઇ છે.હારો ગ્રામ પંચાયતોની બાકી ચૂંટણી જાહેર કરાશે તેવી આશા હતી પરંતુ તે જાહેર ન થતા આશ્ચર્ય ફેલાયું હતું.
રાય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાયની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરી તેમાં પંચાયતની ચૂંટણી પેન્ડીંગ છે અને લાંબા સમયથી વહીવટદારનું શાસન છે. જો કે તેની ચૂંટણી જાહેર નથી કરાઇ તેનો દોષનો ટોપલો રાય ચૂંટણી પંચે રાય સરકાર પર ઢોળતા કહ્યું હતું કે, સરકાર તરફથી ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત ૨૭ ટકા પ્રમાણે કરવાના જાહેરનામાના નિયમો સુધારવાની જાણકારી દોઢ મહિના પહેલા જ અપાતા પ્રક્રિયા બાકી હોવાથી તેને બાકાત રખાઇ છે.
સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં ૧૦ ટકા અનામત ઓબીસી સમાજ માટે હતી તે વધારીને ૨૭ ટકા કરવા માટે ઝવેરી કમિશનના રિપોર્ટનો આધાર લઇ સરકારે સપ્ટેમ્બર–૨૦૨૩માં આ માટેનું વિધેયક પણ વિધાનસભામાં પસાર કરાવ્યું હતું, બીજી તરફ બે વર્ષથી જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બાકી છે તેમાં વહીવટદારીનું શાસન ચાલી રહ્યું છે. તેની ચૂંટણી સ્થાનિક સ્વરાયની ચૂંટણીની જાહેરાત કરાશે.
આ મુદ્દે ચૂંટણીને લગતી પ્રેસ કોન્ફરન્સમાં રાય ચૂંટણી પંચના વડા ડો. એસ. મુરલી ક્રિષ્ણનને પૂછતા તેમણે કહ્યું હતું કે, ૪ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે. તેમાં ૨૭ ટકા ઓબીસી અનામત કરવાના નિયમો સહિતની જાણકારી રાય સરકાર દ્રારા દોઢ મહિના પહેલાં જ આપવામાં આવી છે. તેથી તે પ્રમાણે અનામત કરવાની પ્રક્રિયા છે તે બાકી છે જેને પૂર્ણ કરીને હાલની ચૂંટણીઓ પૂર્ણ થાય તે પછી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરાશે.
ઉલ્લ ેખનીય છે કે, ગ્રામ પંચાયતોમાં અનામત બેઠકોમાં જે ફેરફાર કરાયા તેનું પંચાયત વિભાગનું જાહેરનામુ ઔપચારિક રીતે ચૂંટણી પંચને અપાતું હોય છે, જે ઓકટોબર મહિનામાં બહાર પડાયું હતું અને નવેમ્બર–૨૦૨૪માં રાય ચૂંટણી પંચને સોંપાયું હતું. તેથી ચૂંટણી પંચને નવેસરથી બેઠકો નક્કી કરવાનો અને નિયમો ઘડવાની સમય મળ્યો ન હતો. આમ ચૂંટણી વિલંબિત થવાનું કારણ રાય સરકારની ઢીલી નીતિ હોવાનું આડકતરી રીતે ચૂંટણી આયોગ દ્રારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech