કાલાવડમાં રંજનબેન રાખોલીયા, જામજોધપુરમાં કંચનબેન ગૌસ્વામી, દ્વારકામાં કોમલબેન ડાભી, સલાયામાં જુલેખાબેન ભાયા, ભાણવડમાં પ્રિયેશભાઇ અનડકટની પ્રમુખ પદે નિમણુંક
હાલારની પાંચ નગરપાલીકાની ચૂંટણી થઇ હતી અને ધ્રોલની એક બેઠકના ઉમેદવારનું અવસાન થતાં ચાર બેઠકની ચૂંટણી આગામી દિવસોમાં છે ત્યારે ગઇકાલે બપોર બાદ કાલાવડ, જામજોધપુર, દ્વારકા, સલાયા અને ભાણવડમાં પ્રમુખ-ઉપપ્રમુખ અને અન્ય હોદેદારોની જાહેરાત કરવામાં આવી છે.
કાલાવડથી મળતા અહેવાલો મુજબ પ્રમુખ તરીકે રંજનબેન રાખોલીયા, ઉપપ્રમુખ પદે દયાબેન ઝાપડાની વરણી થઇ હતી, કારોબારી ચેરમેન તરીકે અશ્ર્વિનભાઇ ઝીંઝુવાડીયા, શાસક પક્ષના નેતા પદે સુરેશભાઇ સોલંકી અને દંડક તરીકે ખમાબા જાડેજાની નિમણુંક થઇ હતી, આ સમયે ભાજપના શહેર પ્રમુખ નીરવ ભટ્ટ, પૂર્વ પ્રમુખ હસમુખ વોરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.
દ્વારકા નગરપાલીકામાં તમામ બેઠકો ઉપર ભાજપે વિજય મેળવ્યા બાદ ગઇકાલે પ્રમુખ પદે કોમલબેન પ્રકાશભાઇ ડાભી, ઉપપ્રમુખ તરીકે વિજયભા કરણાભા માણેક અને જાણીતા પત્રકાર પરેશભાઇ ઝાખરીયાની કારોબારી સમિતીના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે.
સલાયાથી મળતા અહેવાલો મુજબ નાયબ કલેકટર કે.કે.કરમટાની હાજરીમાં નામની જાહેરાત કરવામાં આવી હતી, કોંગ્રેસના 15 અને આમ આદમીના 12 સભ્યો હાજર રહ્યા હતાં, મહીલા અનામત હોય જુલેખાબેન અબ્બાસભાઇ ભાયા પ્રમુખ પદે અને સાલેમામદ જુસબ ભગાડ ઉપપ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા છે, જુલેખાબેન બીજી વખત પ્રમુખ બન્યા છે.
ભાણવડથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે, ગઇકાલે નગરપાલીકાના પ્રમુખ પદે પ્રિયેશભાઇ અનડકટ અને ઉપપ્રમુખ પદે જીગ્નાબેન જોશીની વરણી થઇ છે જયારે કારોબારી સમિતિના ચેરમેન પદે ચેતનભાઇ રાઠોડ ચૂંટાઇ આવ્યા છે, જામજોધપુરમાં નગરપાલીકાની ચૂંટણી થયા બાદ કંચનબેન રમેશગીરી ગૌસ્વામી પ્રમુખ પદે અને દિલીપભાઇ જાવીયા ઉપપ્રમુખ પદે નિમણુંક થયા છે, આમ પાંચેય નગરપાલીકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી થઇ હતી અને તમામ જગ્યાએ હોદેદારો બિનહરીફ જાહેર થયા હતાં. ધ્રોલ નગરપાલીકાની 4 વોર્ડની ચૂંટણી આગામી દિવસોમાં છે તે પુરી થયા બાદ ત્યાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech