આગામી બુધવારે ઓખા નગરપાલીકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી

  • May 17, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શાશક પક્ષ દ્વારા શનીવારે લેવાશે સેન્સ

ઓખા નગરપાલીકાના પ્રમુખ, ઉપપ્રમુખની મુદત ગત માસે પૂર્ણ થઈ જતાં આગામી 22-05-2024 બુધવારના રોજ ચૂંટણી યોજાનાર છે.


ગત ટર્મમા પ્રમુખ, ઉપપ્રમુખ અનામત સીટના રહ્યા હતા આ ટર્મ જનરલના પ્રમુખ, ઉપપ્રમુખ આવવાના હોવાથી દરેક સભ્યો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.કુલ 36 સભ્યોમાંથી 34 સભ્યો ભાજપના છે અને બે સભ્યો કોંગ્રેસના છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ મયુર ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ દ્વારા નિયૂકત કરવામાં આવેલ નિરિક્ષકો પરબતભાઇ વરૂ (ઉપપ્રમુખ જિલ્લા ભાજપ)તથા ધિરૂભાઈ ટાકોદરા (કોષાધ્યક્ષ જિલ્લા ભાજપ) દ્વારા સેન્સની પ્રક્રિયા તા.18-05-2024 બુધવારના રોજ સાંજે ચાર વાગ્યે લેવામાં આવશે. જેમાં ધારાસભ્ય પબુભા માણેક સહિતના હોદ્દેદારો સભ્યો ઉપસ્થિત રહેશે.



નિયુક્ત પામનાર પ્રમુખ અને ઉપપ્રમુખ જનરલ કેટેગરીમાંથી આવવાના હોય જનરલ જ્ઞાતિમાં આવતા દરેક ચૂંટાયેલા સભ્યો પ્રમુખ, ઉપપ્રમુખના પદ માટે પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે.



શનીવારે રોન્ઢે યોજાનાર સેન્સ પ્રક્રિયામાં જ મુરતીયા ફાઈનલ થઈ જશે પરંતુ પ્રમુખ, ઉપપ્રમુખનો પડદો તા.22-05-2024 બુધવારે જ ઊંચકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News