માંગરોળ સુધરાઈની ચુંટણીના પ્રચાર પડઘમ માટે આજે છેલ્લ ો દિવસ સુક્રવારે સાંજે પાંચ કલાકે માઈકથી પ્રચાર બંધ, બાદમાં છેલ્લ ા તબક્કાનો ડોર ટુ ડોર પ્રચાર થશે તમામ વોર્ડમાં ઉમેદવારો મતદારોને રીઝવવા અને પોતાને પાંચ વર્ષ સેવાનો મોકો આપવા ભર શિયાળે પરસેવો પાડી રહ્યા છે મતદારોનું અકળ મૌન બધાને મુંઝવી રહ્યું છે આ વખતે કોઈની દાળ ગળતી દેખાતી નથી ત્રણ રાષ્ટ્ર્રીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૈકી કોંગ્રેસ ગત બોડી માં ભાજપ સાથે સત્તામાં ભાગીદારી કરી હોવાથી મુસ્લિમ સમાજમાં તેનાં પ્રત્યે ભારોભાર નારાજગી જોવા મળી રહી છે આમ આદમી પાર્ટીના સ્થાનિક એકમને વિશ્ર્વાસમાં લીધા વિના ગત ધારાસભાના આપના ઉમેદવાર પીયૂષ પરમારે ૨૦૨૭ની ધારાસભાની ચુંટણીમાં પોતાના હિતને ધ્યાનમાં રાખીને માંગરોળના મુસ્લિમ સમાજના મતો પોતાને મળે તે માટે ડુબતી કોંગ્રેસ સાથે ગઠ્ઠબંધન કરી લેતાં મહાવીરસિંહ ચુડાસમા ની આમ આદમી પાર્ટીને માંગરોળમાં ધર–ધર સુધી લોકપ્રિય બનાવવા બે વર્ષથી કરેલ સંધર્ષ પર પાણી ફેરવી દેતાં માંગરોળની જનતા માટે આશાનું કિરણ બનેલ આમ આદમી પાર્ટીનો વિકલ્પ પણ છીનવાઈ ગયેલો જોવા મળે છે વોર્ડનં ૩માં આપ અને ભાજપાની સીધી ટક્કર જોવા મળી રહી છે અહીં અન્ય પાર્ટીના કોઈ ઉમેદવારો નથી અતુલ ગાધી કાતરના નિશાન સાથે ભદ્ર સમાજના એક માત્ર અપક્ષ ઉમેદવાર છે અહીં આપના ઉમેદવારો માં મોટાભાગના જુના કોંગ્રેસના છે જે આપના નિશાન ઉપર લડી રહ્યા છે ભાજપે દર વખતની જેમ ખારવા સમાજના ચાર ઉમેદવારો બિનહરીફથી ખાતું ખોલ્યું છે ભાજપનો ગઢ ગણાતા વોર્ડનં ૨માં ઉમેદવારોની પસંદગીમાં ભાજપે કરેલ ભુલ થી અહિંના શિક્ષિત મતદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અહીં ભાજપે મુળ ભાજપના લોકોને ટીકીટ આપવાને બદલે કોંગ્રેસના આયાતી ઉમેદવારોને ટીકીટ ફાળવી દેતાં ભાજપની ભગીની સંસ્થાઓ વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરગં દળ રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સઘં સહિતના કાર્યકરો અને સ્વયં સેવકોએ ભાજપની ટિકિટ પર લડતા કોંગ્રેસી ગોત્ર ધરાવતા ઉમેદવારોને બદલે ટેબલના નિશાન સાથે ક્રમ નંબર દસ ઉપર રહેલા અપક્ષ ઉમેદવાર નરેશ ગૌસ્વામીનો ખુલ્લ ો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે અને તેની સાથે ક્રમ નંબર ૧૩ ઉપર બાંકડાના નિશાન ઉપર અપક્ષ ઉમેદવારી કરનાર રબારી સમાજ મહિલા ઉમેદવાર લમીબેન ગરચર સાથે જોડાણ કરી આ અપક્ષોને જીતાડવા કામ કરતા દેખાઈ છે ઉપરાંત ભાજપના એક મહિલા ઉમેદવારના પતિદેવનો જાહેરમાં સરાબ સેવન કરતા હોવાનો વિડિયો વાઈરલ થતાં ભાજપની છબી ખરડાઈ છે અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ વ્યકિતગત રીતે ભાજપને પડકાર આપતા દેખાઈ રહ્યા છે દર વખતની જેમ આ વખતે અહીં ભાજપ માટે સરળ દેખાતું નથી સારા, આબદાર અને શિક્ષિત ઉમેદવારોની પસંદગી ન થતાં ભાજપના પરંપરાગત મતદારો આ વખતે અપક્ષો ઉપર અથવા નોટાનું બટન દાબીને પોતાની નારાજગી વ્યકત કરી શકે છે અથવા મતદાનથી અલી રહે તેવી પણ એક શકયતા દેખાઈ છે.
ઉમેદવારોની પસંદગની નારાજગી બાબતે અહિંના ધારાસભ્ય સુધી ફરીયાદ કરી હતી પરંતુ ટીકીટ ફાળવણીમાં તેમનું કાંઈ ચાલ્યું ન હોવાનું કહી પોતાના હાથ ખંખેરી નાખ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાને સરકારમાં મંત્રી પદ જોઈતું હોય તો માંગરોળ અને ચોરવાડમાં ભાજપાની નગરપાલિકા બનાવવાનો ટાર્ગેટ આપ્યો હોવાની પણ એક ચર્ચા છે અને આ ટાર્ગેટ સીદ્ધ કરવા ભાજપે કેટલાક પક્ષો સાથે આંતરીક ગુ સમજૂતી પણ કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ભાજપ સામે લડતો કોઈ પણ પક્ષ ચુંટણીના પરીણામો બાદ ગમે તે પરીણામ આવે પોતાનો પક્ષ ભાજપ સાથે બોડી નહીં જ જોડાય તેવું ખુલ્લ ેઆમ જાહેર કરતો નથી આ જોતાં ચુંટણી ભલે સામસામે લડાતી હોય પણ ખીચડાની સ્થિતિમાં ભાજપ સાથે બોડી બનાવી સતા માં આવવાનો વિકલ્પ ખુલ્લ ો રાખીને બધા લડતા હોય તેમ જણાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech