ગુજરાત રાજયના તમામ ૨૭૫ વકીલમંડળો (બાર એસોસિએશન)ની ચૂંટણીની મહત્ત્વની જાહેરાત ગુજરાત બાર કાઉન્સિલ દ્રારા કરવામાં આવી છે. રાજયના વિવિધ વકીલમંડળોની ચૂંટણીને લઇ બાર કાઉન્સિલ દ્રારા ચૂંટણી કમીટીની રચના પણ કરવામાં આવી છે તો, જે તે બાર એસોસીએશન દ્રારા આગામી દિવસોમાં ચૂંટણીને લઇ રિટનગ ઓફિસરની પણ નિયુકિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી તા.૨૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ એકસાથે રાજયના તમામ ૨૭૫ વકીલમંડળોની ચૂંટણી એક જ દિવસે યોજાશે. ત્યારે રાજકોટમાં વિધાનસભા જેવી મનાતી ચૂંટણીમાં આ વર્ષે પણ ભાજપ લીગલ સેલમાં બે જૂથો વચ્ચે ફરી જૂથબંધીની અટકળો થઈ રહી છે.
ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે.જે. પટેલ અને ફાયનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ ચૂંટણી કાર્યક્રમ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એસોસિએશન લ્સ ૨૦૧૫ મુજબ તમામ એસોસિએશનની ચૂંટણી ડિસેમ્બર માસના ત્રીજા સાહમાં યોજવાનું ફરજિયાત બનાવાયુ છે. જે મુજબ, રાજયના ૨૭૫ વકીલમંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી, લાયબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ, કારોબારી સભ્યોની તા.૨૦ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ યોજાશે. જે અંગે બાર એસોસીશને જાહેર કરી દેવાનું રહેશે. તેમાં ડિસેમ્બરના પ્રથમ સાહમાં ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્ર ભરી દેવાના રહેશે. તા.૧૨ ડિસેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચી શકાશે. એ પછી ચૂંટણી પ્રચાર માટે વકીલઆલમને સમય આપવામાં આવશે. રાજયમાં હાલ ૧.૩૦ લાખથી વધુ ધારાશાક્રીઓ નોંધાયેલા છે. આ વખતે વધુ ત્રણ નવા બાર એસો. ચૂંટણીમાં ઉમેરાયા છે. ચૂંટણીના ઈતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત બાર કાઉન્સિલ દ્રારા જિલ્લા બાર એસોસીએશનમાં ફરજિયાતપણે એક મહિલા પ્રતિનિધિની ચૂંટણી યોજવાનું ફરમાન જારી કરાયું છે, તેથી તમામ બાર એસોસીએશનોને હવે મહિલા પ્રતિનિધિની ચૂંટણી ફરજિયાતપણે કરવાની રહેશે. બાર એસોસીએશન ઓફ ગુજરાત–૨૦૧૫ના નિયમો મુજબ, વન બાર, વન વોટ નિયમો મુજબ કોઇપણ વકીલ મતદાર કોઇપણ એક જ એસોસીએશનમાંથી મત આપી શકશે. એટલે કે, કોઇ વકીલ ભલે એકથી વધુ બાર એસોસીએશનનો સભ્ય હોય પરંતુ તે કોઇપણ એક બાર એસો.માંથી જ મતદાન કરી શકશે
ઇલેકશન કમિટીમાં ચૂંટણીમાં ગેરરીતિ સહિતની ફરિયાદ થઈ શકશે
રાજયના વકીલમંડળોની ચૂંટણીમાં ગેરરીતિ સહિતની કોઈપણ પ્રકારની ફરિયાદ ઉભી થાય તો તેની સુનાવણી માટે ગુજરાત બાર કાઉન્સિલ દ્રારા બાર એસોસીએશન ઓફ ગુજરાત નિયમો– ૨૦૧૫ ની લ–૪૯ હેઠળ ચેરમેન જે.જે.પટેલના અધ્યક્ષસ્થાને ઇલેકશન કમિટીની રચના કરી દેવાઈ છે. જેમાં ૩ કે પરિણામના દસ દિવસમાં ઇલેકશન કમિટી સમક્ષ ફરિયાદ કરી દેવાની હોય છે. જો મતદાનના દિવસે જ કોઇ ગડબડી કે અન્ય ફરિયાદ ઉભી થાય તો સ્થળ પર ચૂંટણી અધિકારી (રિટનિગ ઓફિસર)ને ફરિયાદ આપી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech