રૂપાલાને ચૂંટણી પંચની ક્લિનચીટ, ક્ષત્રિયોના નિર્ણય પર નજર

  • April 03, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભાની રાજકોટ બેઠકના ભાજપ્ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા એ કરેલી ટિપ્પણીનો વિવાદ પૂરો થઈ જશે કે ચાલુ રહેશે ? તે મામલે ભારે સસ્પેન્સ સર્જાવા પામ્યું છે. રાજકોટ જિલ્લા અધિક કલેકટર અને ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા તપાસનીશ અધિકારી પ્રભવ જોશીએ આ સમગ્ર મામલે પુરુષોત્તમ રૂપાલા ને ક્લિનકીટ આપી છે. હવે આવી ક્લિનિક ચીટ ક્ષત્રિય સમાજ રૂપાલા ને આપશે કે કેમ ? તેનો નિર્ણય ગણતરીના કલાકોમાં થવાનો છે. આ લખાય છે ત્યારે અમદાવાદ નજીક ગોતા ખાતે ક્ષત્રિય સમાજના 11 આગેવાનોની બનાવવામાં આવેલી કોર કમિટીની બેઠક ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ભાજપ્ના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચાલુ છે.

રૂપાલાએ પોતાના પ્રવચનમાં ’મહારાજા’ શબ્દ પ્રયોગ કર્યો છે અને મહારાજા તો ક્ષત્રિય સિવાયના સમાજમાંથી પણ હોઈ શકે. આ ઉપરાંત ચૂંટણી સભા રેલી કે તે પ્રકારના આયોજનોમાં આ બોલાયું નથી. તેથી આચાર સહિતા ભંગ થતો નથી તેઓ કલેક્ટરનો સ્પષ્ટ રિપોર્ટ છે. આ મુજબ જ્યારે ગુનો બન્યો જ નથી ત્યારે વિવાદ શેના માટે ?તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

ક્ષત્રિય સમાજની પુરુષોત્તમ રૂપાલાએ વિડીયો જાહેર થયો ત્યાર પછી તુરત જ માફી માગી લીધી છે. બીજી વખત ગોંડલ નજીક સેમડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી છે ભાજપ્ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને માફ કરે તેવો અનુરોધ કર્યો છે.

માફી માગવા છતાં ક્ષત્રિય સમાજ અત્યાર સુધી તો આ મામલે રૂપાલા ની ટિકિટ પાછી ખેંચવા સિવાય કાંઈ ન ખપે તેવી માગણી માં મક્કમ છે. આજની ક્ષત્રિય સમાજના આગેવાનોની કોર કમિટીની પાટીલ અને ભાજપ્ના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની બેઠક પછી શું પરિસ્થિતિ ઉભી થાય છે તેના પર સૌ કોઈ નજર રાખીને બેઠું છે.

રૂપાલા નો આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે પરંતુ અત્યાર સુધી ભાજપે એક પાર્ટી તરીકે સત્તાવાર રીતે તેમાં એન્ટ્રી કરી ન હતી. ગોંડલ નજીકના શેમડા ગામે મળેલું સંમેલન ભાજપ પ્રેરિત હોવા છતાં તેમાં જયરાજસિંહ ને આગળ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ બદલાઈ છે. રાજકીય નિરીક્ષકોના જણાવ્યા મુજબ દિલ્હીથી આવેલી સૂચનાના આધારે હવે ભાજપ્ની નેતાગીરી આ ઇસ્યુ પૂરો કરવા માટે મેદાનમાં આવી છે અને ડેમેજ કંટ્રોલની તેમની કામગીરી કેટલી સફળ રહે છે તે સવાલનો જવાબ સૂરજ આથમતા પહેલા આવી જશે.
 જિલ્લા કલેકટરે ગઈકાલે સાંજે ચૂંટણીપંચને પોતાનો રિપોર્ટ મોકલી દીધો છે અને તેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આમાં ક્યાંય આચાર સહિતાનો ભંગ થતો નથી.

કલેકટર કચેરીના અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા ટોચના આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ ચૂંટણી પંચને જે રિપોર્ટ મોકલ્યો છે તેમાં જણાવ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાએ આમાં ’મહારાજાઓ’ શબ્દ પ્રયોગ કર્યો છે. મહારાજાઓ ક્ષત્રિય સમાજ સિવાયના સમાજમાંથી પણ હોઈ શકે છે.
કલેકટરના આ રિપોર્ટમાં વધુમાં એવું પણ જણાવ્યું હોવાનું બહાર આવે છે કે ચૂંટણી સભા કે રેલી જેવા કોઈ આયોજન દરમ્યાન આવા ઉચ્ચારણો થયા નથી અને તેથી તેને ચૂંટણી આચારસંહિતા ભંગ ગણી ન શકાય. આ ઉપરાંત ક્ધટેન્ટ કંપ્લીટ ન હોવાનું પણ રિપોર્ટમાં જણાવ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટરે ભાજપ્ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ક્લિનિક આપી છે પરંતુ રાજ્ય ચૂંટણી પંચે અંતિમ નિર્ણય લેવાનો હોય છે. જોકે કલેક્ટરના રિપોર્ટથી વિપરીત કોઈ નિર્ણય લેવાય તેવી શક્યતા ઘણી ઓછી હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application