Election 2024: ગુજરાતનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ…લોકસભામાં કુલ 266 ઉમેદવાર- વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવાર વચ્ચે યોજાશે ચૂંટણી

  • April 22, 2024 09:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં લોકસભામાં કુલ 266 ઉમેદવાર અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં 24 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. સૌથી વધુ ઉમેદવારની વાત કરીએ તો લોકસભામાં અમદાવાદ પૂર્વમાં 18 સૌથી વધુ ઉમેદવાર જ્યારે બારડોલીમાં સૌથી ઓછા 3 ઉમેદવાર છે. પેટાચૂંટણીની વાત કરીએ તો પેટા ચૂંટણીમાં વિજાપુરમા સૌથી વધુ 8 ઉમેદવાર જ્યારે વાઘોડીયામા સૌથી ઓછા 2 ઉમેદવાર છે.


લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ 2024 સુધીમાં અનુક્રમે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. 


તા.20 તથા તા.21 એપ્રિલ 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ઉમેદવારી પત્રોની ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે. 


સ્ક્રુટીની બાદ આજરોજ આખરી યાદી મુજબ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 7-અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો તથા 23-બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જ્યારે 26-વિજાપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ 8 ઉમેદવારો તથા 136-વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.


24-સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ્દ થવાથી તથા અન્ય પક્ષના અને અપક્ષ ઉમેદવારો મળી 8 જેટલા ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાતાં આ બેઠક પરના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application