મહારાષ્ટ્રમાં એક ભેજાબાજએ વૃદ્ધ મહિલાને ’ડિજિટલ અરેસ્ટ કરી અને તેમના ખાતામાંથી પોતાના ખાતામાં 1.25 કરોડ ટ્રાન્સફર કરી લઈ છેતરપિંડી આચરી હતી. સાયબર ઠગે પોતાની જાતને આરબીઆઈ ઓફિસર તરીકેની ઓળખ આપી આ કૃત્ય કર્યું હતું. સાયબર છેતરપિંડી કરનારાઓએ 68 વર્ષીય મહિલા પર પહેલા નાણાકીય છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો અને તેમાંથી બહાર નીકળવા માટે તેના પર પૈસા ચૂકવવાનું દબાણ કર્યું હતું. પોલીસે મંગળવારે આ જાણકારી આપી.
પોલીસે જણાવ્યું કે મહિલા તેના પતિ સાથે ગોરેગાંવ શહેરમાં રહે છે. ફરિયાદમાં મહિલાએ કહ્યું હતું કે તેને એક અજાણી મહિલાનો ફોન આવ્યો હતો, જેણે પોતાને રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના અધિકારી તરીકે ઓળખાવી હતી . તેઓએ મહિલાને ધમકી આપી હતી કે જો તેણી ક્રેડિટ કાર્ડની બાકી રકમ નહીં ચૂકવે તો કેસ નોંધાવશે અને તેને હૈદરાબાદ પોલીસ સાથે વાત કરવાનું કહ્યું.
આ પછી પોતાને પોલીસ અધિકારી ગણાવતા એક વ્યક્તિએ વૃધ્ધા સાથે વાત કરી. એ વ્યક્તિએ દાવો કર્યો હતો કે વૃધ્ધાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ હૈદરાબાદમાં રૂ. 500 કરોડની નાણાકીય છેતરપિંડી માટે કરવામાં આવ્યો હતો અને તેના ખાતામાં રૂ. 20 લાખ જમા કરવામાં આવ્યા હતા. આ પછી વ્યક્તિએ વૃધ્ધાને કહ્યું કે તે સીબીઆઈ અધિકારીને કોલ ટ્રાન્સફર કરી રહ્યો છે.
આ પછી સીબીઆઈ અધિકારીએ પીડિત મહિલાને વીડિયો કોલ કર્યો અને તેની ધરપકડ કરવાની ધમકી આપી. છેતરપિંડી કરનારાઓએ તેણીને કહ્યું કે જો તેણી પોતાને ધરપકડથી બચાવવા માંગતી હોય, તો તેણે તેને આપેલા બેંક ખાતાઓમાં પૈસા જમા કરાવવા પડશે, અધિકારીએ કહ્યું.
આ પછી મહિલાએ એક મહિનામાં લગભગ 1.25 કરોડ રૂપિયા જમા કરાવ્યા.બાદમાં વૃધ્ધાને સમજાયું કે તે ’ડિજિટલ અરેસ્ટ’ નો ભોગ બની છે.વાસ્તવમાં, ’ડિજિટલ અરેસ્ટ’ એ છેતરપિંડીની એક નવી પદ્ધતિ છે જેમાં ઠગ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને લોકોને છેતરે છે. આ સાથે, એક સરકા રી અધિકારી તરીકે, તે લોકોને વિડિયો કોલ કરે છે અને તેમને વિશ્વાસમાં લે છે અને તેમની પૈસાની માંગ પૂરી કરે છે. તેઓ આ કામ એવી રીતે કરે છે કે લોકો તેમને પૈસા ચૂકવવા મજબૂર થાય છે.\
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech