મોરબીમાં વૃદ્ધ સાથે નાણાકીય છેતરપિંડી કરી હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકી

  • September 24, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં એક શખ્સે વૃદ્ધને ખોટી ઓળખ આપી પોતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને દુકાનનો દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી સાત લાખ પીયા પડાવી છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉમીયા ચોક હરીહર–૨ માં રહેતા નરભેરામભાઈ ભીમજીભાઈ મસોતે આરોપી ગુણવતં ગીરધરલાલ વડગામા વિદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી ત્રણ વર્ષ પહેલા જમીનના ૭૧૨ કાગળ કઢાવવા ગયેલ ત્યારે સેવા સદન લાલબાગ ખાતે ગુણવંતભાઈ વડગામા સાથે પરિચય થયો હતો. ગુણવંતભાઈએ ફરીયાદીને સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપેલ અને કોઈ કામ હોય તો કે જણાવા કહેલ જેથી ફરીયાદીએ ત્રાજપર પંચાયત દ્રારા મળેલ ભાડે દુકાન આરોપીના કહેવાથી ફરીયાદીને કાયમી દસ્તાવેજ થઈ જાશે તેમ જણાવી એક લાખ પિયા રોકડા લીધા હતા અને ત્યારબાદ આરોપી દ્રારા માપણીવાળા મોકલેલ અને હજુ પણ વધુ પિયા લાગશે તેમ જણાવ્યું હતું.
૨૫ દિવસ બાદ આરોપીએ ફરીયાદીને સીટી સિરામિક સામેનો ખરાબો ફાળવવાનુ કહી ફરીયાદીના નામથી પીયા ભરેલ પોહચનો ફોટો મોકલી આરોપીએ ફરીયાદી પાસેથી ૬,૫૦,૦૦૦ પિયા રોકડા લીધેલ. તેમજ આરોપીએ અન્ય વ્યકિતને બનાવટી ગનનુ લાયસન્સ આપી ૫૦,૦૦૦ પડાવ્યા હતા.
યારે આરોપીએ ફરીયાદીને કોટક મહિન્દ્રા બેન્કનો બે લાખનો ચેક પણ ખોટો આપ્યો હતો અને પિયાની ઉઘરાણી કરવા યારે ફરીયાદી આરોપીના ઘરે ગયા ત્યારે તેમની પત્નીના બળાત્કારના કેસમાં અને હનીટ્રેપમા ફસાવી દેવાની ધમકી આપી હતી. ફરીયાદી એ જણાવ્યું હતું કે મોરબીના અનેક લોકો સાથે છેતરપિંડી કરી આરોપીએ પિયા પડાવી લીધા છે અને રાતોરાત અમદાવાદ ભાગી ગયેલ છે જથી આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application