અમરેલી સાઇબર ક્રાઇમે ૯૩ અરજદારોની ૨૩ લાખ ૩૦ હજારની રકમ પરત અપાવી

  • April 26, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં સાયબર ક્રાઇમના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે લોકો ક્યાંકને ક્યાંક પ્રલોભનમાં આવી જઈ વધુ પૈસા કે સસ્તી વસ્તુ મેળવવાની લ્હાયમાં પૈસા ગુમાવવાનો વારો આવે છે અને અંતે પોલીસનો સહારો લેવાની ફરજ પડે છે.

અમરેલી જિલ્લામાં વર્ષ-૨૦૨૩માં નાણાકીય ફ્રોડ જેવા કે, સ્ક્રીન શેરિંગ એપી ફ્રોડ, ઓટીપી મેળવી ફ્રોડ, કસ્ટમર કેર નંબરમાંથી ફોન કરી કરવામાં આવતો ફ્રોડ જેવા અનેક ફ્રોડનો ભોગ બનનાર જિલ્લાના નાગરિકો દ્વારા સાઇબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર ૧૯૩૦માં ફરિયાદ કરવામાં આવતા જે અનુસંધાને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા ફ્રોડ કરનાર આરોપીઓના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી અને આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં હોલ્ડ યેલી રકમ પરત મેળવવા અમરેલી સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને અમરેલી કોર્ટ, બેન્કના નોડલ અધિકારીઓના સહયોગી સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હા ધરીને કુલ ૯૩ અરજદારોના બેન્ક એકાઉન્ટમાંથી  ગયેલી ૧૦૦% રકમ રૂ.૨૩,૩૦,૪૭૪ પરત અપાવ્યા હતા.

આ કામગીરી અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાી ડીવાયએસપી ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ પીઆઇ વી.એમ.કોલાદરાની રાહબરીમાં પીએસઆઇ કે.એમ.પરમાર, પીએસઆઇ એચ.એમ.અગ્રાવત, પીએસઆઇ જે.એમ.કડછા અને ટિમ દ્વારા કરવામાં આવી છે.
​​​​​​​સાયબર ક્રાઈમી બચવા આટલું ધ્યાનમાં રાખો
- કોઇપણ બેંક મેનેજર એટીએમ બંધ વા સંબંધે ક્યારેય ફોન કરતા જ ની.
- કોઇ બેંક કે એટીએમ સંબંધે અજાણ્યા ફોન આવે ત્યારે કોઇને બેંક, એટીએમ કાર્ડ ડીટેઈલ કે ઓટીપી નંબર આપવો નહી.
- એટીએમ રૂમમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લોટ ડુપ્લીકેટ લગાવેલ છે કે નહી ચેક કરી લેવો, તેમજ પાસવર્ડ જુએ નહી તે સારૂ એટીએમ રૂમમાં - અન્ય કોઇ વ્યક્તિને પ્રવેશ વા દેવા નહી.
- મોબાઇલ ઇન-બોક્ષમાં પૈસા જમા કે કપાતનો કોઇ ફ્રોડ મેસેજ આવે તો બેંક સિવાય ક્યાંય ખરાઇ કરવી નહી.
- કૌન બનેગા કરોડપતિ કે અન્ય કોઇ લોટરીના નામે ક્યારેય પૈસા ભરવા નહી.
- અજાણ્યા ફોન દ્વારા આધારકાર્ડ અપડેટ કે મોબાઇલ સીમકાર્ડ વેરીફીકેશન કરવાના બહાને કોઇ માહિતી શેર કરવી નહી.
- ઓછા વ્યાજદરની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઇ લીંકમાં પર્સનલ માહિતી સબમીટ કરવી નહી.
- નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા કે બેંક ડીટેલ સબમીટ કરવી નહી.
- ઘકડ વેબસાઇટમાં ઓનલાઇન વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં કોઇ આર્મી તરીકેની ઓળખ આપી ફ્રોડ કરતા હોય છે, ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવું જ નહી.
- ગુગલ વેબસાઇટમાં ક્યારેય ગુગલ-પે, ફોન-પે, પેટીએમ કે અન્ય એપ્લીકેશનના કસ્ટમર કેર નંબર સર્ચ કરવા નહી. જે તે એપ્લીકેશનમાં જ કસ્ટમર કેર નંબર દર્શાવેલ હોય છે.
- મોબાઇલ ટાવરના બહાને ફેક લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીી સાવધ રહો.
- ફેસબુક, જી-મેઇલ જેવા સોશ્યલ મિડીયામાં એકાઉન્ટ સેટીંગ અને પાસવર્ડ સિક્યુરિટી સ્ટ્રોન્ગ રાખવી.
- વ્હાલી દિકરી યોજના સબબ આંગણવાડી કર્મચારી ની ખોટી ઓળખ આપી સહાય આપવાની લાલચમાં આવવુ નહી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application