દ્વારકાનો બનાવ
દ્વારકામાં આવેલા પટેલ સમાજમાં કેટરિંગનું કામ કરવા આવેલા પોરબંદરના રહીશ રસિકભાઈ રાજુભાઈ વાઘેલા (ઉ.વ. 32) એમના યુવાન સાથે કામ કરતા મીતભાઈ નામના યુવાન એક જમણવાર પ્રસંગે છાશના કાઉન્ટરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે નજીકમાં કેટલાક શખ્સો પીવાના પાણીથી હાથ ધોતા હતા. જે અંગે મીતભાઈએ આ પાણીથી હાથ ધોવાની ના કહેતા ઉશ્કેરાયેલા આરોપી એવા અણીયારી ગામના રાયમલભા દેવાભા સુમણીયા, ભગતભા દેવાભા સુમણીયા અને ખતુંબા ગામના સવાભા વાઘેર તેમજ અન્ય પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ તેઓને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ રસોડામાં જઈ અને રસોઈના વિવિધ વજનદાર વાસણો લઈને ફરિયાદી રસિકભાઈ તેમજ સાહેદ મીતભાઈ અને સાથે કામ કરી રહેલા કમુબેન અને ભાનુબેનને બેફામ માર મારતા તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે રસિકભાઈ વાઘેલાની ફરિયાદ પરથી પાંચ અજાણ્યા સહિત કુલ આઠ શખ્સો સામે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech