આઠ વ્યકિતએ ૩૧ ઓરડી બનાવી ટીપી બ્રાન્ચનો સ્ફોટક રિપોર્ટ

  • March 21, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.પમાં આવેલા મંછાનગર વિસ્તારમાં કોર્પેારેટરના પતિનું કથિત ઓરડી કૌભાંડ બહાર આવતા ભારે ચાર મચી ગઈ છે દરમિયાન આ પ્રકરણની હકીકત શું છે તેની તપાસ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્રારા ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને આદેશ કરવામાં આવ્યો હતો અને સરકારી જમીન ઉપર દબાણ કરીને ઓરડીઓ બનાવાય છે કે કેમ તે સહિતની બાબતો તેમજ ઓરડીઓના માલિકો અને ભાડુંઆતો કોણ છે તેની વિગતો નો ઐંડાણપૂર્વક સર્વે કરી રિપોર્ટ આપવા તાકીદ કરાઈ હતી જેના અનુસંધાને તાજેતરમાં ટાઉન પ્લાનિંગ પ્રાચીન ગુ રીતે અને ફટાફટ કાર્યવાહી કરીને આ અંગેનો સ્ફોટક સર્વે રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરી દીધો હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોમાંથી પ્રા વિગતો અનુસાર તાજેતરમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની ટીમને મંછાનગર વિસ્તારમાં ફટાફટ અને ગુ રીતે સર્વે પૂર્ણ કરી લીધો છે અને તેમાં એવી વિગતો બહાર આવી છે કે અલગ અલગ આઠ વ્યકિતઓ પાસે એક કરતાં વધુ ઓરણીઓનો કબજો છે અને આ આઠ વ્યકિતઓ પાસે કુલ ૩૧ જેટલી ઓરડીઓ છે. સર્વેનો આ રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને ઉપરોકત કરવામાં આવ્યો હોવાનું તેમજ ઓરડી પ્રકરણ મામલે લેન્ડ ગ્રેબિંગ હેઠળની કાર્યવાહી કરવા પણ જિલ્લા કલેકટરને અરજી મોકલી આપવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
સુત્રોએ ઉમેયુ હતું કે ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા કરાયેલા સર્વેમાં (૧) છેલાભાઈ કાળાભાઈ મકવાણાની માલિકીની ચાર ઓરડી (૨) મુમૈયા બાપાની ચાર ઓરડી (૩) સંજયભાઈ ગોવિંદભાઈ ગમારાની ત્રણ ઓરડી (૪) વિરમભાઈ નાગજીભાઈ ગોલતરની નવ ઓરડી (૫) કમલેશભાઈ પાંચાભાઇ ફાંગલીયાની બે ઓરડી (૬) ધીરજભાઈ ઓઘનભાઇ સરસૈયાની ત્રણ ઓરડી (૭) આલાભાઇ ભગવાનજીભાઈ ટોળીયાની ત્રણ ઓરડી અને (૮) ધનજીભાઈ નાથાભાઈ ગોહિલની ત્રણ ઓરડી હોવાનું તપાસમાં માલુમ પડું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application