ભાણવડથી આશરે ૧૩ કિલોમીટર દૂર મોડપર ગામના મફતિયા પરા વિસ્તારમાં આવેલા એક મંદિર પાસે બેસીને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા હિરલબેન ભરતભાઈ ધંધુકિયા, બબીબેન રસિકભાઈ વાઘેલા, વૈદુબેન સલીમભાઈ સર્વદી અને રઝીયાબેન ઇન્દ્રિશભાઈ નાગલાને પોલીસે ઝડપી લઇ, રૂપિયા ૧,૬૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ જ વિસ્તારમાં અન્ય એક દરોડામાં પોલીસે ચના ટપુ ધંધુકિયા, જુબીબેન આમદશાહ સર્વદી, રઝીયાબેન શાહિદભાઈ સર્વદી અને શોભનાબેન સુરેશભાઈ પરમારને તીનપત્તિનો જુગાર રમતા રૂ. ૧,૪૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
***
મીઠાપુરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
ઓખા મંડળના મીઠાપુર તાબેના લાલસિંગપુર ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રીના સમયે જાહેરમાં ગંજીપત્તા વડે તીનપતિ નામનો જુગાર રમી રહેલા આશાભા ઘૂઘાભા માણેક, આશાભા તેજાભા માણેક, પ્રવીણભા ભાવુભા માણેક, મેપાભા ખેતાભા જામ, વેજાભા સાદુરભા જામ, રણમલભા પબુભા જામ અને હમીરભા પેથાભા સુમણીયા નામના સાત શખ્સોને પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા ૨૭,૧૬૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
***
નાના આંબલા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા નાના આંબલા ગામે સ્થાનિક પી.એસ.આઈ. એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરસનભાઈ ગોજિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાના આંબલા જાહેરમાં બાવળની ઝાડીમાં બેસીને ગંજીપત્તા વડે રોનપોલીસ નામનો જુગાર રમી રહેલા મુસા ઉમર ગજણ, મામદ આદમ ગજણ, કાસમ વલીમામદ સંઘાર, હબીબ મહમદ રૂંજા અને અબ્બાસ ઈસ્માઈલ ગજણ નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. ૧૪, ૪૯૦ રોકડા તથા બે નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨૫,૪૯૦ નો મુદ્દામાલ કબજે કરી, આગળની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech