જામકંડોરણા તાલુકાના અડવાળ ગામેે લેમ્પના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને પોલીસે ઝડપી લઇ રોકડ ૩૮,૨૦૦ની મત્તા કબજે કરી કાર્યવાહી કરી છે.
જામકંડોરણા પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે અડવાળ ગામે કેટલાંક શખસો જાહેરમાં લાઇટના અજવાળે જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધાર પોલીસ દ્રારા રેડ કરવામાં આવતા જગદીશ દેવરાજભાઈ રાઠોડ, રહેે. અડવાળ, જીતેન્દ્ર કારાભાઈ મકવાણા રહે. અડવાળ, મનોજ ઝીણાભાઈ ડાભી રહે. છાપાધાર તા.ધોરાજી, જીતેન્દ્રસિંહ પથુભા ચુડાસમા રહે. જાંજમેર, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા રહે. અડવાળ, ગીરીરાજસિંહ જીલુભા જાડેજા રહે પીપરડી, ભીખા રાણાભાઇ ગુજરાતી રહે. ભૂખી, ગજેન્દ્રસિંહ ઉર્ફે કલીયો કિરીટસિંહ જાડેજા રહે. અડવાળ તમામને જુગાર રમતા જડપી લીધા હતા. જામકંડોરણા પોલીસ દ્રારા જુગારધારાની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જુગારની સફળ રેડ જામકંડોરણાના પી.એસ.આઇ વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રામાભાઈ રાડા, સુરેશભાઈ ગોહિલ, મનજીભાઈ ચૌહાણ, રવિરાજસિંહ જાડેજા, રાજુભાઈ ભોળદરીયા દ્રારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech