પોરબંદરમાં જિલ્લા કક્ષાએ સરકારી પુસ્તકાલય છે પરંતુ તાલુકા કક્ષાએ વાંચનાલય ખૂબ ઓછા જોવા મળે છે ત્યારે તાલુકા કક્ષાએ અને ગ્રામ્યકક્ષાએ પણ પુસ્તકાલયની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ધારસભ્ય પ્રયત્ન કરશે તેમ જાહેર થયુ હતુ.
રાજ્ય સરકાર સંચાલિત પોરબંદર જિલ્લા પુસ્તકાલયની પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ મુલાકાત લીધી હતી.ગ્રંથાલયના કર્મચારી દ્વારા કુમકુમ તિલક કરી આવકાર્યા હતા. બાદ ગ્રંથપાલ નિલેશભાઇ કુરમુરએ ધારાસભ્યનું ફુલોના બુકે આપીને સત્કાર કરીને ગ્રંથાલયના પુસ્તકો અને માળખાગત સુવિધાઓની વિગતો આપી હતી.
પોરબંદરના ખોજાખાના પાસે આવેલ અને ૧૯૯૯માં સ્થપાયેલ અને ૨૫માં વર્ષમાં પ્રવેશતુ પોરબંદર જિલ્લા સરકારી પુસ્તકાલયની ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ ગ્રંથાલયની ઐતિહાસિક જાણકારી રસપૂર્વક મેળવી હતી. પુસ્તકાલયના વિવિધ ખંડનું નિરીક્ષણ કરી નિભાવ અંગે જાણકારી મેળવી હતી.સમગ્ર દેશ માં તા. ૨૦ નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવાઇ રહ્યો છે આ ઉજવણીના ભાગ પે પુસ્તકાલય પ્રજાજનોમાં વાંચનનો વિસ્તાર થાય અને દરેક નાગરિક પુસ્તકાલય અભિમુખ બને તેવા પ્રયાસોના ભાગપે અલભ્ય પુસ્તક પ્રદર્શન રસપૂર્વક નિહાળી અભિભુત બન્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા.જિલ્લા પુસ્તકાલય અને પોરબંદર તાલુકા અને ગ્રામ્યસ્તરે યુવા પેઢી વાંચનાભિમુખ બને તે માટે બેઠકમાં ચર્ચા વિર્મસ કરતા જણાવ્યુ હતુ કે વધારેમાં વધારે વાચકો પુસ્તકાલયમાં આવે અને પુસ્તકાલયમાં સચવાયેલા વિશાળ માત્રાના જ્ઞાનનો ભંડારનો બહોળો ઉપયોગ કરે ખાસ કરીને અત્યારની યુવા પેઢી કે જે મોબાઇલનું ગળગણ છે તેમાંથી બહાર આવીને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવે તે અત્યંત જરી છે. બેઠકમાં તેમણે વધુમાં જણાવ્યું હતુ કે યુવા પેઢીમાં વાંચન અભિચિના વિકાસમાં લાઇબ્રેરીઓની આવશ્યકતા જણાવી પોરબંદરના તાલુકામથકે અને ગ્રામ્ય સ્તરે પુસ્તકાલયનો પ્રારંભ કરવા પ્રયાસો હાથ ધરાશે બેઠક બાદ પુસ્તકાલય પરિસરનું નિરીક્ષણ કરી વાચકોની સુવિધામાં વધારો થાય તે માટેની પ્રતિબધ્ધતા દર્શાવી હતી.
પોરબંદરના શિક્ષણવિદ ડો. એ.આર. ભરડાએ યુવાપેઢીમાં વાંચન ટેવનું નિર્માણનો પાયલોટ પ્રોજેકટની વિગતોથી માહિતગાર કરાયા હતા. ગ્રંથપાલે ગાંધીનગર ગ્રંથાલય નિયામક પંકજભાઇ ગોસ્વામી તથા મદદનીશ ગ્રંથાલય નિયામક એલ.આર. મોઢના માર્ગદર્શન હેઠળ આ ગ્રંથાલયનું રીનોવેશન થયુ માહિતગાર કરાયા હતા.ધારાસભ્ય સાથે શિક્ષણવિદ ડો. એ.આર. ભરડા, સ્ટેટ લાઇબ્રેરીના સારસ્વત સુનિલભાઇ મોઢા, સમાજ શ્રેષ્ઠી નાથાભાઇ વિસાવાડીયા, હેમેન્દ્રભાઇ બામણીયા, સામાજિક કાર્યકર ધર્મેશભાઇ મઢવી, ગ્રંથાલયના કર્મચારી આશાબેન મોઢવાડીયા, ધવલભાઇ બામણીયા, સહિત સાહિત્ય રસિકો, વાચકો જોડાયા હતા. ધારાસભ્યની લાઇબ્રેરીની મુલાકાતથી વાચક વગમાં પ્રસન્નતાની લાગણી વ્યાપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech