પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત કરતા રાજયસભાના સાંસદ અને રીલાયન્સના કોર્પોરેટ અફેર્સના ગૃપ પ્રેસીડેન્ટ
સોશીયલ મીડીયાના બેફામ દુરઉપયોગ પર ચિંતા દશર્વિતા પરિમલભાઇ નથવાણી
જામનગરના મીડીયાને પણ સાવધ રહેવા અપીલ કરી: રીલાયન્સના સોલાર પાવર પ્રોજેકટથી લઇને પંચકુઇના વિકાસ, શહેરના પૌરાણિક ધર્મસ્થાનના વિકાસ, અને ગીરના સિંહ અંગે મુક્તમને ચચર્િ કરી: સોશીયલ મીડીયા સંબંધે કડક કાયદો લાવવા કેન્દ્ર સરકાર સમક્ષ કરાશે પ્રયત્ન
વર્તમાન સમયમાં સોશીયલ મીડીયાનો કેટલાક તત્વો ચોક્કસ ઇરાદા સાથે દુરઉપયોગ કરીને વાતાવરણને કલુષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવી મહત્વની વાત આજે રાજય સભાના સાંસદ અને રીલાયન્સ ગૃપના કોર્પોરેટ અફેર્સના ગૃપ પ્રેસીડેન્ટ પરિમલભાઇ નથવાણીએ જામનગરમાં કરી હતી અને આ ચચર્િ દરમ્યાન એવો વિશ્ર્વાસ પણ આપ્યો હતો કે રાજયસભાના માઘ્યમથી કેન્દ્ર સરકાર સમક્ષ તેઓ સોશીયલ મીડીયાનો દુરઉપયોગ કરનારા તત્વો પર લગામ રાખવા માટે કડક કાયદો લાવવામાં પ્રયત્ન કરશે, આ ઉપરાંત એમણે સ્થાનિક મીડીયાને ખોટી રીતે ભડકાવવા ખાતર સોશીયલ મીડીયા પર વહેતા કરાતા મેસેજને નજરઅંદાજ કરવાની પણ સલાહ આપી હતી, આ ઉપરાંત રીલાયન્સના સોલાર પાવરના અપકમીંગ પ્રોજેક્ટ સંબંધે અને જામનગર શહેર સહિતના ધર્મસ્થાનો અંગે મહત્વની વાત કરી હતી.
અહિંની આરામ હોટલ ખાતે પરિમલભાઇ નથવાણીએ જામનગરના સ્થાનિક મીડીયા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને મુક્તમને ચચર્િ કરીને ઉપસ્થિત પત્રકારોના મત મંતવ્યો જાણ્યા હતાં તેમજ એ દિશામાં પોતાનાથી થાય એટલા પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી.
પરિમલભાઇ નથવાણીએ કહ્યું હતું કે સોશીયલ મીડીયા તો ઘણા વર્ષોથી છે પરંતુ પાછલી ચુંટણીઓમાં જોવામાં ન આવ્યું હોય તેનાથી અનેકગણું વધુ આ વખતે જોવા મળી રહ્યું છે કે સોશીયલ મીડીયાના પ્લેટફોમનો ઉપયોગ કરીને ચોક્કસ તત્વો સંદેશાઓ વાયરલ કરી રહ્યા છે, એમણે કોઇ ચોક્કસ વ્યકિતનું નામ લીધા વગર એમ કહ્યું હતું કે વાયરલ કરવાની આ પદ્ધતી આપણે બંધ કરવી પડશે અને તમામ મીડીયા તેમાં સહકાર આપે એવી મારી વિનતી છે.
એમણે કહ્યું હતું કે સોશીયલ મીડીયાની મે જે વાત કરી તે હેલ્ધી હોય મતલબ કે સકારાત્મક હોય ત્યાં સુધી વાત બરોબર છે અને માન્ય પણ છે પરંતુ હાલમાં એવું જોવા મળી રહ્યું છે કે કેટલાક ટપોરીગીરી કરતા તત્વો પણ સોશીયલ મીડીયાના માઘ્યમથી હીરોગીરી પર ઉતરી આવ્યા છે અને તેઓ વાતાવરણને બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
ચુંટણીઓ તો આવતી-જતી રહેશે, જામનગર અને ગુજરાતની વાત કરીએ તો અહિં હંમેશા તંદુરસ્ત રાજકીય હરીફાઇ જોવા મળી છે, પહેલા ચંદ્રેશ પટેલ હતાં પછી પુનમબેન આવ્યા, મુદ્દો એ નથી પક્ષ ભાજપ હોય કે કોંગ્રેસ પરંતુ સોશીયલ મીડીયાના માઘ્યમથી ચોક્કસ તત્વો અમુક બાબતોને ફેલાવીને વાતાવરણને દુષીત કરવાનો જે પ્રયત્ન કરે છે તે ચિંતાજનક છે અને નીંદનીય છે, સોશીયલના માઘ્યમ થકી આજે એવા કેટલાક તત્વો પણ સામે આવ્યા છે જે જામનગરનું નામ ખરાબ કરી રહ્યા છે.
આ તકે એમણે લોકસભાની વર્તમાન ચુંટણીમાં વધુને વધુ મતદાન કરવાની અપીલ કરી હતી, ઉમેદવાર તમારો ગમે તે હોય પરંતુ તમારે મતાધીકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ એ વાત ઉપર પરિમલભાઇ નથવાણીએ ભાર મુક્યો હતો, તા.7 ના રોજ શાંતિપૂર્વક અને વધુ પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.
આ ઉપરાંત પત્રકારો સાથેની વાતચીતમાં દ્વારકાના પંચકુઇના વિકાસ, અન્ય ધાર્મિક સ્થળોના વિકાસ, જામનગરના કેટલાક પૌરાણિક મંદિરોના વિકાસ અંગેની પણ ચચર્ઓિ એમણે કરી હતી અને પત્રકારો પાસેથી મંતવ્યો મેળવ્યા હતાં.
રીલાયન્સ દ્વારા આગામી સમયમાં સોલાર પાવર અંગે એક મોટો પ્રોજેકટ સાકાર થવા જઇ રહ્યો હોવાની વિગતો પણ એમણે આપી હતી, કેન્દ્ર અને રાજય સરકાર તરફથી આ પ્રોજેકટને લીલી જંડી મળી ગઇ છે અને આગામી સમયમાં તેની સત્તાવાર જાહેરાત થશે એવી પણ વાત એમણે કરી હતી. આ ઉપરાંત ગીરના સિંહો સંબંધે પણ પરિમલભાઇએ વિચારોની આપ-લે કરી હતી.
એમની આ શુભેચ્છા મુલાકાતનો મુખ્ય સાર સોશીયલ મીડીયાના પ્રવર્તમાન દુરઉપયોગને રોકવા માટે મીડીયા તરફથી પણ પુરા પ્રયત્નો કરવામાં આવે અને માત્ર નકારાત્મક અભિગમ સાથે સોશીયલ મીડીયા પર મેસેજ મુકનારા સફળ ન થઇ જાય તેની તકેદારી રાખવા તમામને સાવધ કરવાનો હતો.
જોકે એમણે એવી મહત્વની વાત કરી હતી કે હમણાં હમણાં સોશીયલ મીડીયાના વધી રહેલા બેફામ દુરઉપયોગને અંકુશમાં લાવવા માટે રાજયસભાના માઘ્યમથી કેન્દ્ર સરકાર સમક્ષ આ તમામ બાબતો મુકીને આવનારા સમયમાં સોશીયલ મીડીયા સંબંધી કડક કાયદો લાવવા તેઓ પુરતા પ્રયત્નો કરશે.