પોરબંદરમાં હાલ ઉનાળા દરમ્યાન પીવાના પાણીની અછત ઉભી થાય નહી તે માટે તૂટેલ પાઇપલાઇનના સમારકામ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે તથા ડંકીના સમારકામ પણ થઇ રહ્યા હોવાનું મહાનગરપાલિકાના તંત્રએ જણાવ્યુ છે.
પાઇપલાઇન અને ડંકી રીપેરીંગ
વોટર વર્કસ વિભાગ દ્વારા રાજીવનગર તથા અંજલીપાર્ક, ભાટીયાબજાર, હાઉસીંગ સોસાયટી, ખીજડીપ્લોટ વિસ્તારમાં પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી. વોટર વકૃસ વિભાગ દ્વારા રવિપાર્ક તથા ભારતગર, ખાપટ, છાયા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તેમજ સાગરભુવન વિસરમા બે ડંકી રીપેરીંગની કામગીરી કરવામાં આવેલ છે.
સ્ટ્રીટલાઇટ રીપેરીંગ
કમિશ્નર તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (પી)ની સુચના અનુસાર ઇલેકટ્રિક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી સાન્દીપનિ, ખાખચોક, ઠકકર પ્લોટ, દરિયારોડ, બોખીરા, જ્યુબેલી, ખાપટ અને વિરડીપ્લોટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૫૭ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. તથા કડીયાપ્લોટ, મીલપરા, વાડીપ્લોટ, ભોજેશ્ર્વરપ્લોટ, કમલાબાગ, ખારવાવાડ, ખાપટ અને ઝુરીબાગ લાલ પેલેસ વિસ્તારોમાં કુલ ૭૨ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.
બાગબગીચાની સાફસફાઇ
ગાર્ડન વિભાગ દ્વારા એમ.જી.રોડ, ખીજડીપ્લોટ ગાર્ડન નજીક રોડ પર વૃક્ષોની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ તથા કમલા નેહ બાગ, માછલીઘર આર્ટ ગેલેરી ગાર્ડન, વાડીપ્લોટ શાકમાર્કેટ ગાર્ડન, કંકાઇ મંદિર પાસે ફુવારા ગાર્ડન, ચોપાટી વિલ્લા ગાર્ડન, નાગાજણ બાગ, વનાળા રિવરફ્રન્ટ ગાર્ડન, રાણીબાગ જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે. તથા ગાર્ડન વિભાગ દ્વારા યુગાંડા રોડ એસ.બી.આઇ. એસ.એમ. ઇ. બ્રાન્ચ સામે વૃક્ષની નડતરપ ડાળીઓનું ટ્રીમીૅગ તથા પેરેડાઇઝ ફૂવારા ગાર્ડન, કમલાબાગ, આંબેડકર ગાર્ડન, મહારાણા પ્રતાપ ગાર્ડન, પાળી બાગ, બ્યુટીફિકેશન ગાર્ડન, નાગાર્જુન સિસોદીયા પાર્ક, મહારાણા નટવરસિંહજી બાગ જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech