લોકોએ રંગોળી દ્રારા પણ વિરોધ દર્શાવ્યો
સરકાર દ્રારા ઇકોઝોનની અમલવારી અંગે જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ જિલ્લ ાભરમાંથી ખેડૂતોમાં નારાજગી છવાઈ છે . જુનાગઢ જિલ્લ ામાં દરરોજ ખેડૂતો દ્રારા વિવિધ પ્રકારના વિરોધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે કાળી ચૌદસના દિવસે વિસાવદરના લીમધ્રા અને મેંદરડા પંથકમાં ઇકો ઝોન હટાવવા ના ઉગ્ર સુત્રોષષચાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગ્રામજનો દ્રારા ઘરના આંગણે અને વિસ્તારમાં ઇકો ઝોન દૂર કરો ની રંગોળી તથા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્રારા ઇકોઝોનને હટાવીને જ ઝંપીશું તેમ જણાવી પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને સરકાર દ્રારા હા કાયદા ને હટાવવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન, બધં સહિતના કાર્યક્રમ દ્રારા વિરોધ વ્યકત કરવાની પણ ખેડૂતોએ ચીમકી આપી હતી. મેંદરડા પંથકના૨૧ ગામો પણ વિરોધમાં હોવાનું જણાવી ખેડૂતોએ દિવાળીએ પણ ઈકોઝોન વિરોધ કરવાની નોબત આવી છે.વિસાવદર તાલુકાના લીમધ્રા ગામે તથા મેંદરડા પંથકના તમામ ગામોમાં દિવાળીએ પણ ઇકો ઝોનના પૂતળાનુ દહન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે કાળી ચૌદસના દિવસે વિસાવદર પંથકમાં ખેડૂતો દ્રારા ઇકોઝોનના કાયદા સામે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. અને ઘર આંગણે વિરોધ દર્શાવતી રંગોળી બનાવવામાં આવી હતી તો આ ઉપરાંત ઇકો ઝોન પી રાક્ષસ દૂર કરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને ખેડૂતો દ્રારા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ખેડૂતો તહેવારોની ઉજવણી કરવાના બદલે ઇકોઝોન ને હટાવવા આર યા પારની લડત શ કરવાના મૂડમાં આવ્યા છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે નવરાત્રિના દિવસોમાં ઇકોઝોન પી રાક્ષસના ગરબા ગાવામાં આવ્યા હતા. હવે ખેડૂતો દ્રારા તેનુ પૂતળા દહન કરવામાં આવ્યું છે. હજુ આજે રાત્રે પણ ખેડૂતો વિરોધ કાર્યક્રમ દ્રારા રોષ ઠાલવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech