તમામ શાળાને ફાયરના પ્રમાણપત્રની વિગતો પૂરી પાડવા શિક્ષણ વિભાગનો આદેશ

  • August 12, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના શિક્ષણ વિભાગે ફાયરની મોકડ્રીલ ન કરનારી શાળાની  માહિતી મંગાવી સાથે તમામ શાળાને  ફાયર એનઓસીની વિગતો પૂરી પાડવા આદેશ કર્યો છે. ફાયર એનઓસી ન મેળવનારી અને સેલ્ફ ડેક્લેરેશન આપનારી શાળાઓમાં   ફાયરના પૂરતા સાધનો છે કે નહીં તેની તપાસ કરવાનો આદેશ શિક્ષણ વિભાગે આપ્યો હતો. સ્કૂલોએ ફાયર  એનઓસીની અરજી ન કરી હોય તો નિયત સમય મર્યાદામાં સંચાલકો અરજી કરે તે માટેનું ફોલોઅપ લેવા માટે શિક્ષણ વિભાગે દરેક જિલ્લા શિક્ષણાધિકારીને જણાવ્યું હતું.


આ સાથે સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓને આગ લાગે અથવા કુદરતી આફતની સ્થિતિમાં શું પગલા લેવા તેની મોકડ્રીલનું આયોજન કરાય છે. પરંતુ ઘણી શાળાઓમાં  ફાયરની મોકડ્રીલ થઈ નથી, શિક્ષકોએ તે અંગેની તાલીમ લીધી ન હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી હવે સ્કૂલ પાસે  ફાયર એનઓસી છે કે નહીં તેની તપાસની સાથે સ્ટાફે  ટ્રેનિંગ અને ફાયરની મોકડ્રીલ કરી છે કે નહીં તેની પણ તપાસ કરવાના નિર્દેશ અપાયા હતા. સાથે જ ૯ મિટરથી ઓછી ઉચાઈ ધરાવતી શાળાઓને  ફાયર એનઓસી લેવાનું રહેતું નથી. તેઓએ સેલ્ફ ડેક્લેરેશન આપવાનું હોય છે.
    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application