ખાલી પડેલી 30 જગ્યા માટે યોજાયો કેમ્પ: હજુ પણ એક ડઝનથી વધુ જગ્યાઓ ખાલી
સરકારી શિક્ષણને શિક્ષક અછતની ઘટનું ગ્રહણ લાંબા સમયથી લાગેલું છે, કોઇપણ કારણે સક્ષમ હોવા છતાં સરકારી તંત્ર દ્વારા આ ખોટ પુરી કરી શકાતી નથી, જો કે હવે જામનગરમાં શિક્ષણ સમિતિ દ્વારા સંચાલીત સરકારી શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર નિમણુંકો આપવાની શઆત થઇ છે, હજુ પણ એક ડઝનથી વધુ જગ્યાઓ ખાલી છે.
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શિક્ષકોની ખાલી જગ્યા પર સરકારના નિયમો મુજબ નિયામકની સૂચના અનુસાર જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં શિક્ષણ સમિતિની વિવિધ શાળાઓમાં પ્રાથમિક વિભાગના ધો. 1 થી 5 માટે કુલ 30 ખાલી જગ્યા માટે યોજાયેલા કેમ્પમાં કુલ 18 શિક્ષકો અન્ય જિલ્લામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ઓર્ડર કરવામાં આવ્યા હતાં. જ્યારે 12 જગ્યા માટે આગામી સમયમાં ઓનલાઇન બદલી કેમ્પ માટે અગ્રીમતાના ઉમેદવારો માટે ભરવાની થશે.
આ બદલી કેમ્પ ચેરમેન પરષોતમભાઇ કકનાણીના અધ્યક્ષ સ્થાને પસંદગી સમિતિના સભ્યો જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રતિનિધિની હાજરીમાં તેમજ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાની વિશેષ ઉપસ્થિતિ યોજાયો હતો. જેમાં ઉમેદવારોને બદલીના ઓર્ડર ચેરમેન અને વાઈશ ચેરમેન દિનેશભાઈ તથા શિક્ષણ સમિતિના સભ્યો અને સંઘના હોદેદારોના હસ્તે આપવામાં આવ્યા હતાં. ટુંક સમયમાં બાકી રહેતી 12 જગ્યા માટે ઓનલાઈન કેમ્પની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમ્પની કાર્યવાહી પૂર્ણ થતાં સમિતીની તમામ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ પૂર્ણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ દેશની જેલમાં કેદીઓ ચાંદીનું કામ કરીને દર મહિને કમાય છે 3 લાખ રૂપિયા!
January 22, 2025 11:37 AMમહાપાલિકાઓ પાસેથી વર્ગ–૧–૨ના અધિકારીની ભરતીની સત્તા છિનવી લેવાઈ
January 22, 2025 11:35 AMનયારા એનર્જીએ મોબાઇલ હેલ્થ સર્વિસીઝનું ઉદ્ઘાટન કર્યું અને રેડિયોગ્રાફી ફેસિલિટીને અપગ્રેડ કરી
January 22, 2025 11:34 AMચાર હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર ન થઈ: આયોગે સરકાર પર ઠીકરું ફોડયું
January 22, 2025 11:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech