ગુજરાત સરકારની જુદી જુદી શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ખાલી પડેલી ૧૫૦૦૦ જેટલી જગ્યાઓ આગામી દિવસોમાં ભરવા માટેની પ્રક્રિયા શ થઈ ગઈ છે. આ ભરતીમાં ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (ટેટ અને ટાટ) ની પરીક્ષા પસાર કરનાર વિધાર્થીઓને ઇકોનોમિકસ વિષયમાં જો ભણયા હોય તો તેમના માટે સમકક્ષતાના અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું ફરજિયાત હતું.
ભરતીની પ્રક્રિયા શ થઈ જતા આવા પ્રમાણપત્ર મેળવવા આવતા વિધાર્થીઓની સંખ્યા ઘણી વધી ગઈ હતી. આ પરિસ્થિતિ નિવારવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ એક ખાસ પરિપત્ર બહાર પાડીને યુનિવર્સિટી એફિલીએટેડ કોલેજના આચાર્યેા, માન્ય સંસ્થાના વડાઓ અને યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા અનુસનાતક ભવનના અધ્યક્ષોને જણાવ્યું છે કે યુનિવર્સિટી દ્રારા ટીવાય બીકોમ અને ટીવાય બીબીએના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવતો બિઝનેસ એન્વાયરમેન્ટલ અને મેનેજરિયલ ઇકોનોમિકસ વિષય ઇકોનોમિકસના સંદર્ભમાં સમાન વિષય વસ્તુ ધરાવે છે અને તે ઇકોનોમિકસ વિષયનો એક ભાગ છે. આ બાબતને ધ્યાનમાં રાખી વિધાર્થીઓ દ્રારા કોઈ જાતનું સમકતા અંગેનું પ્રમાણપત્ર મેળવવાની જરિયાત રહેતી નથી.
યુનિવર્સિટીના એકેડેમી ઓફિસર દ્રારા આ સંદર્ભે પરિપત્ર જાહેર કરતા પહેલા કુલપતિ અને કુલ સચિવ સાથે પરમાશ કર્યેા હતો. કુલસચિવ તરફથી મૂસદો મંજૂર કરાતા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તે સંબંધિત વિભાગને પણ મોકલી આપવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના આ નિર્ણયના કારણે ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનાર હજારો વિધાર્થીઓને શિક્ષકની ભરતી માટે અરજી સાથે આવા પ્રમાણપત્ર જોડવાની જર નહીં રહે અને પ્રમાણપત્ર મેળવવા માટે યુનિવર્સિટીના ધકકા ખાવાથી માંડી કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની પળોજણમાંથી પણ મુકિત મળી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech