આ ત્રણ રાશિ માટે આર્થિક દ્રષ્ટિએ લાભાલાભ, સ્વાસ્થ્ય મામલે અઠવાડિયું સારું રહેશે, જાણો તમારું સાપ્તાહિક રાશિફળ

  • July 24, 2023 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




મેષ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને ભાગીદારીમાં કરેલા કાર્યો શુભ ફળ આપશે તેમ છતાં કોઈ વાતે મન ઉદાસ રહી શકે છે. આર્થિક મામલે ધીરે-ધીરે પ્રગતિના યોગ બની રહ્યા છે. પરિવારમાં કોઈ મામલે બેચેની રહી શકે છે. યાત્રામાં આ સપ્તાહે સુખદ સંયોગ બનતા દેખાઈ રહ્યા છે અને યાત્રા સફળ બનાવવામાં કોઈ મહિલાની મદદ મળી શકે છે. અઠવાડિયાના અંતે સ્થિતિ સુધરશે. પરિવારમાં સુખ-શાંતિ વધશે અને મહિલાઓ તરફથી ભરપૂર સપોર્ટ મળશે. સ્વાસ્થ્ય મામલે આ અઠવાડિયે સારા પરિણામ મળી શકે છે અને સ્ફૂર્તિ અનુભવશો. કાર્યક્ષેત્રે આપેલા વચનો આ અઠવાડિયે પૂરા નહીં થાય માટે બેકઅપ પ્લાન સાથે રાખવો. આર્થિક વ્યયની સંભાવના વધારે દેખાઈ રહી છે.



વૃષભ


વૃષભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રે એક નવી શરૂઆત કરવાની તક મળશે. કંઈક નવું શીખીને તેમજ તમારા અંતર્મનનો અવાજ સાંભળીને નિર્ણય લેશો તો સારું પરિણામ સામે આવી શકે છે. તમારા સાથી સાથે કોઈ વૈવાહિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. આર્થિક મામલે ખર્ચની સ્થિતિ બની રહી છે. પરિવારમાં કોઈ સુખદ સમાચાર આ સપ્તાહે મળી શકે છે. યાત્રા આ અઠવાડિયે ટાળી દેવાની જરૂર છે. અઠવાડિયાના અંતે એક નવી શરૂઆત જીવનમાં શાંતિ લાવશે. આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં ખુશ રહેશો અને સાથી સાથે શાંત સમય વિતાવવાનું પસંદ કરશો. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે. પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે. પરિવારના સાંનિધ્યમાં મન આનંદિત રહેશે. આર્થિક વ્યય આ અઠવાડિયે વધારે રહેશે અને કોઈ વડીલ વ્યક્તિ પાછળ ખર્ચ થઈ શકે છે.



મિથુન


મિથુન રાશિના લોકોની આર્થિક સ્થિતિ સુધરશે. અઠવાડિયાની શરૂઆતમાં રોકાણને લઈને થોડી ચિંતા રહી શકે છે પરંતુ હિંમત કરીને આગળ વધશો તો સારું પરિણામ સામે આવી શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને પ્રોજેક્ટ પૂરા થશે. આ અઠવાડિયે યાત્રા ટાળી દેવી. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. અઠવાડિયાના અંતે જીવવને કાબૂમાં રાખી શકો છો. પ્રેમ સંબંધ મજબૂત બનશે અને નિકટતા વધશે. કાર્યક્ષેત્રે ધીમે-ધીમે ઉન્નતિના સંયોગ બની રહ્યા છે. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે અને સંતુલન જાળવીને આગળ વધશો તો સારા પરિણામ મળશે. કોઈ રમણીય સ્થળે યાત્રા કરવાનું મન થઈ શકે છે. અઠવાડિયાના અંતે સમય સુખદ થશે.



કર્ક


કર્ક રાશિના જાતકોને કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને તમે શરૂ કરેલો કોઈ પ્રોજેક્ટ લાંબા સમય સુધી ફાયદો કરાવી શકે છે. આર્થિક મામલે સમય સાનુકૂળ રહેશે. પરિવારમાં વડીલોના આશીર્વાદથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવી શકે છે. આ અઠવાડિયે યાત્રાઓ સફળ રહેશે અને આ દરમિયાન કોઈની મદદ મળી શકે છે. અઠવાડિયાના અંતે અહંકાર ના ટકરાય તેનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને કોઈ મહિલા આગળ વધીને આ મામલે તમારી મદદ કરી શકે છે. આર્થિક ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે. આકસ્મિક ધન લાભનો પણ યોગ છે. સ્વાસ્થ્યમાં સુધારા થતા દેખાઈ રહ્યા છે અને તંદુરસ્તી જાળવી રાખવા નવી હેલ્થ એક્ટિવિટી કરશો. યાત્રા દ્વારા સુખદ અનુભવ થશે



સિંહ


સિંહ રાશિના લોકો માટે આર્થિક મામલે અઠવાડિયું શુભ છે અને તમે કરેલા રોકાણથી ફાયદો થઈ શકે છે. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને અઠવાડિયાની શરૂઆતમાં પ્રોજેક્ટને લઈને સુખદ સમાચાર મળી શકે છે. પરિવારમાં સુખ-સૌહાર્દ રહેશે. યાત્રા આ અઠવાડિયે ટાળી દેવી. અઠવાડિયાના અંતે પ્રિયજનોની વધુ કાળજી લેશો અને તેમના સારા ભવિષ્ય માટે કડક નિર્ણય લઈ શકો છો. પ્રેમ સંબંધ સુદૃઢ થશે અને સમય રોમાન્ટિક રહેશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય અનુકૂળ છે અને ધન વૃદ્ધિ થશે. આ મામલે કોઈ એવા વ્યક્તિની મદદ મળશે જેમણે ખૂબ મહેનત કરીને પદ પ્રાપ્ત કર્યું હોય. કાર્યક્ષેત્રે આ અઠવાડિયાના ઉત્તરાર્ધમાં અચાનક લાભ થઈ શકે છે.



કન્યા


કન્યા રાશિના લોકોને કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને કોઈ મહિલાની મદદથી પ્રોજેક્ટ સમયસર પૂરા થતાં દેખાઈ શકે છે. તમે બાળકો સાથે સમય પસાર કરશો તેટલી વધુ તંદુરસ્તી અનુભવી શકો છો. આર્થિક મામલે આપેલા વચનો પૂર્ણ થઈ શકે છે. આ અઠવાડિયે યાત્રા ટાળી દેવી. અઠવાડિયાના અંતે અહંકાર ના ટકરાય તેનું ધ્યાન રાખવું. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે અને પ્રોજેક્ટની સારી ઓફર મળી શકે છે. પરિવારમાં એક નવી શરૂઆતથી મન પ્રસન્ન રહેશે અને માનસિક શાંતિ પણ મળશે. પ્રેમ સંબંધમાં ખુશીઓનો સંચાર થશે અને સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્યમાં સુધારા આ સપ્તાહે દેખાઈ રહ્યા છે. અઠવાડિયાના અંતે મન પ્રસન્ન થશે.



તુલા


તુલા રાશિના જાતકો આ અઠવાડિયે પોતાના પ્રોજેક્ટ પર સમજી-વિચારીને નિર્ણય લેશે તો સારું પરિણામ આવી શકે છે. પરિવારમાં એક નવી શરૂઆતમાં જીવનમાં સુખ-સમૃદ્ધિના સંયોગ લઈને આવશે. આ અઠવાડિયે યાત્રા દરમિયાન કોઈ માતૃતુલ્ય મહિલાની મદદથી યાત્રા સફળ રહેશે. અઠવાડિયાના અંતે કોઈ પ્રોપર્ટી અથવા ભાગીદારીમાં કરેલા કામને લઈને મનમાં ટેન્શન રહી શકે છે. કોઈ નવો પ્રોજેક્ટ આ અઠવાડિયે પ્રગતિના માર્ગ ખોલશે. રચનાત્મક કાર્યો દ્વારા વિશેષ સફળતા મળી શકે છે. આર્થિક ધન વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે અને તમારું ધ્યાન પરિવારના સ્વાસ્થ્ય તરફ વધુ રહેશે. આ અઠવાડિયે કરેલી યાત્રા સારું પરિણામ આપશે.



વૃશ્ચિક


વૃશ્ચિક રાશિના જાતકો માટે અઠવાડિયું શુભ રહેશે. કાર્યક્ષેત્રે પ્રોજેક્ટમાં સફળ રહેશો. આર્થિક મામલે ફોકસની વધારે જરૂર છે તો જ પ્રગતિ થશે. પરિવારના સુંદર ભવિષ્ય માટે પ્લાનિંગના મૂડમાં રહી શકો છો. આ અઠવાડિયે યાત્રા થકી શુભ સંદેશ પ્રાપ્ત થઈ શકે છે અને યાત્રા સફળ રહેશે. અઠવાડિયાના અંતે સુખદ સમાચાર પ્રાપ્ત કરી શકો છો. આર્થિક મામલે સમય અનુકૂળ રહેશે અને ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યમાં સુખદ સુધારો આ અઠવાડિયે જોવા મળી રહ્યો છે. યાત્રા દ્વારા વિશેષ સફળતા મળશે. પારિવારિક મામલે કડક નિર્ણય લેવાની જરૂર છે તો જ સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. કાર્યક્ષેત્રે સ્થિતિ મજબૂત રહેશે.



ધન


ધન રાશિના જાતકોના પ્રોજેક્ટ સમયસર પૂરા થશે અને અટકેલા પ્રોજેક્ટ સફળતાનો માર્ગ મોકળો કરી શકે છે. લવ લાઈફની સુદૃઢતા વધારવા માટે વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક મામલે નક્કર નિર્ણય લેશો તો જ સફળતા મળી શકે છે. આ અઠવાડિયે કરેલી યાત્રાનું શુભ પરિણામ મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયું ખર્ચાળ સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે અને મન પ્રસન્ન રહેશે. પરિવારમાં ખુશીઓ પ્રાપ્ત કરવા માટે કાર્યરત રહેવું જોઈએ. અઠવાડિયાના અંતે કોઈ સારા સમાચાર મળી શકે છે.



મકર


મકર રાશિના લોકો માટે આર્થિક દ્રષ્ટિએ અઠવાડિયું અનુકૂળ રહેશે અને ધન લાભની સ્થિતિ બનળે. આ મામલે કોઈ પિતાતુલ્ય વ્યક્તિની મદદ મળી શકે છે અને તેમની સલાહથી ધન વૃદ્ધિ થઈ શકે છે. પરિવારમાં સુંદર સંયોગ બની રહ્યા છે અને પરિવારની કોઈ એવી મહિલાની મદદ મળી શકે છે જેમની આર્થિક પકડ સારી હોય. કાર્યક્ષેત્રે પ્રગતિના શુભ યોગ બની રહ્યા છે. આ અઠવાડિયે યાત્રા ટાળી દેવી. અઠવાડિયાના અંતે જીવનમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની તક મળશે. કાર્યક્ષેત્રે સ્થિતિ ઉત્તમ બનશે અને માન-સન્માન વધશે. આ અઠવાડિયે પ્રોજેક્ટમાં સારી સફળતા મેળવી શકો છો. આર્થિક ધન વૃદ્ધિના શુભ સંયોગ બની રહ્યા છે અને મન પ્રફુલ્લિત રહેશે. પરિવારમાં કોઈ યુવા વર્ગની મદદ મળી શકે છે અથવા તેમના સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.



કુંભ


કુંભ રાશિના જાતકો માટે અઠવાડિયું ખૂબ સુખદ છે. નવી હેલ્થ એક્ટિવિટી તરફ આકર્ષિત થઈ શકો છો. કાર્યક્ષેત્રે પ્રગતિના યોગ બનશે. આર્થિક ખર્ચ વધી શકે છે અને આ તરફ ધ્યાન આપવું. આ અઠવાડિયે યાત્રા ટાળી દેવી હિતાવહ રહેશે. અઠવાડિયાના અંતે સુખ-સમૃદ્ધિના સંયોગ બનશે. પ્રેમ સંબંધમાં એક નવી શરૂઆત જીવનમાં સફળતા લઈને આવશે. જો બેદરકારી ના દાખવી તો જીવનમાં ઉન્નતિના શુભ સંયોગ બનળે, કાર્યક્ષેત્રે નેટવર્કિંગ દ્વારા ઘણો લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સારા સુધારા આ અઠવાડિયે દેખાઈ રહ્યા છે. અઠવાડિયાના અંતે મહેનત વધારશો તો જ શુભ ફળ મળશે.



મીન


મીન રાશિના જાતકોને કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને તમારા પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. આર્થિક દ્રષ્ટિકોણથી સમય સાનુકૂળ રહેશે અને ધન લાભ થશે. રોકાણ તમારા કાબૂમાં રહેશે. આ અઠવાડિયે કરેલી યાત્રાથી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય બગડી શકે છે. અઠવાડિયાના અંતે કોઈ વડીલની મદદથી જીવનમાં સુખ-શાંતિ આવી શકે છે. કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે પરંતુ ખૂબ મહેનત છતાં સામાન્ય સફળતા જ મળશે. આર્થિક મામલે આમ તો વૃદ્ધિના સંયોગ બની રહ્યા છે પરંતુ દાન-પુણ્ય કરવા તરફ પણ વિચારજો. સ્વાસ્થ્ય આ અઠવાડિયે સુધરશે. પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે. પરિવારમાં ખુશીઓનું આગમન થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application