દેશમાં ભૂકંપની ઘટનાઓમાં થયો ઘટાડો પરંતુ હજુ પણ જોખમ

  • July 24, 2024 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પ્રથમ અર્ધવાર્ષિક માહિતી જાહેર કરી છે. સારી વાત એ છે કે દેશમાં ભૂકંપ્ની ઘટનાઓમાં ઘટાડો થયો છે. આ સાથે કેન્દ્રએ ચેતવણી પણ આપી છે કે ખતરો હજુ ટળ્યો નથી. કેન્દ્રના જણાવ્યા અનુસાર જાન્યુઆરીથી જૂન સુધીમાં કુલ 792 આંચકા આવ્યા છે. તેમાંથી 25 એવા ભૂકંપ હતા જેની તીવ્રતા 5થી વધુ હતી.
ભારતમાં ભૂકંપ્ની ઘટનાઓમાં ઘટાડો થયો છે પરંતુ ભૂકંપ્ નો ખતરો ટળ્યો નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (ગઈજ)એ આ વર્ષના પ્રથમ છ મહિનામાં નોંધાયેલા ભૂકંપ્ના ડેટાના રિપોર્ટમાં આ ચેતવણી આપી છે. રિપોર્ટ અનુસાર રિક્ટર સ્કેલ પર માત્ર પાંચથી વધુ તીવ્રતાવાળા ધરતીકંપોમાં જ નહીં પણ ઓછી તીવ્રતાના ધરતીકંપોમાં પણ ઘટાડો થયો છે. દેશભરના 150 થી વધુ સિસ્મોલોજીકલ સ્ટેશનોએ આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે 792 આંચકા નોંધ્યા હતા. તેમાંથી 25 આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર પાંચથી વધુ હતી. ગયા વર્ષના પ્રથમ છ મહિનામાં 871 ભૂકંપ નોંધાયા હતા. જેમાંથી 29ની તીવ્રતા પાંચથી ઉપર હતી. ગયા વર્ષના બીજા ભાગમાં (જુલાઈથી ડિસેમ્બર) 953 ભૂકંપ્ની ઘટનાઓ નોંધાઈ હતી. તેમાંથી 38 પાંચથી વધુ તીવ્રતાના ભૂકંપ હતા. ગયા વર્ષે કુલ 1,826 ભૂકંપ નોંધાયા હતા.

સૌથી વધુ આંચકા ઉત્તર ભારતમાં આવ્યા
છેલ્લા છ મહિનામાં ઉત્તર ભારતમાં 123 અને ઉત્તર-પૂર્વ ભારતમાં 116 વાર ભૂકંપ્ના આંચકા આવ્યા છે. ઉત્તર ભારતમાં લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર-પૂર્વમાં મણિપુર, નાગાલેન્ડનો સમાવેશ થાય છે. હરિયાણાના ઝજ્જર, રાજસ્થાનના સીકર, યુપીના સોનભદ્ર, કેરળના ત્રિશૂરમાં ઓછી તીવ્રતાના ભૂકંપ આવી રહ્યા છે. ઘણા ભૂકંપ્નું કેન્દ્ર પડોશી દેશો નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન અને મ્યાનમારમાં હતું.

બાકીના છ માસના આંકડાઓ પર નજર રાખવામાં આવશે
દેહરાદૂનના વાડિયા હિમાલયન જીઓલોજી ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક ડો.નરેશ કુમારના જણાવ્યા અનુસાર આ આંકડાઓથી રાહત છે, પરંતુ કેટલો સમય રાહત રહેશે તે સ્પષ્ટ રીતે કહી શકાય નહીં. ગયા વર્ષના ઉત્તરાર્ધમાં સિસ્મિક ગતિવિધિઓ વધી હતી. આવી સ્થિતિમાં આ વર્ષના ઉત્તરાર્ધના આંકડાઓ પર નજર રાખવામાં આવશે.

ક્યારે કેટલા આંચકા આવ્યા?

  • જાન્યુઆરી    140
  • ફેબ્રુઆરી       131
  • માર્ચ             178
  • એપ્રિલ          150
  • મે                 96
  • જૂન              97








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News