અંતિમ દિવસે ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરનારાઓને રિફડં મળ્યું છે પરંતુ જેને અગાઉથી રિટર્ન ફાઇલ કયુ છે તેઓ પણ હજુ રિફંડની રાહ જોઈ રહ્યા છે. ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ હતી ૩૧મી તારીખે અંતિમ ઘડીમાં જે લોકોએ રિટર્ન ફાઇલ કયુ હતું. તેવા કરદાતાઓને ૨૪ કલાકની અંદર રિફડં મળી ચૂકયું છે. આ વિશે કરવેરાના તજજ્ઞોએ જણાવ્યું હતું કે, ઇન્કમટેકસ રિટર્ન એક અથવા ઇન્કમટેકસ ચાર જેવા ફોર્મ ની પ્રક્રિયા સામાન્ય રીતે ઇન્કમટેકસ રિટર્ન બે અથવા તો ઇન્કમટેકસ ત્રણ કરતાં વધુ ઝડપથી થાય છે. તેઓ એમ પણ જણાવ્યું હતું કે, મોટી રકમના રિટર્ન માટેના કલેમને ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્રારા આ રિટર્ન ફાઇલને વધુ કડકાઈથી અને સુમ રીતે તપાસ કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં છેલ્લા એક મહિના પેલા રિટર્ન ફાઇલ કયુ છે તેવા કેસમાં ઘણી વખત માહિતી આપવામાં ભૂલો પણ થતી હોય છે. જેમકે રિટર્નમાં ભરેલી આવક અને ટેકસ ક્રેડિટ વચ્ચે વિસંગતતા હોય તેવા કેસમાં ઘણી વખત રિફડં અટવાયેલું રહે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના કરદાતાઓની વાત કરીએ તો જેમણે છેલ્લા તબક્કામાં રિટર્ન ફાઇલ કર્યા છે તેમના રિફડં એક દિવસની અંદર આવી ગયા છે પરંતુ અમુક સમય પહેલા રિટર્ન ફાઇલ કરી દીધા તેવા કરદાતાઓ હજુ સુધી રિફંડની રાહ જોઈ રહ્યા છે. જો ઇન્કમટેકસ રિટર્ન નિર્ધારિત સમય મર્યાદામાં ફાઇલ કરવામાં આવે તો કરદાતાઓ પહેલી એપ્રિલ ૨૦૨૪ થી રિફંડની તારીખ સુધી દર મહિને ૦.૫ ટકા અથવા મહિનાના ભાગના દર વ્યાજ મેળવવા માટે હકદાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech