અગાઉ ફાયર એનઓસીની નોટિસનો દુકાનદારોએ ઉલાળિયો કર્યો તો તંત્રએ પણ કાર્યવાહી કરી નહીં

  • May 31, 2024 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરામાં પાલિકા અને મામલદાર તેમજ પ્રાંત અધિકારીના હોદેદારો અને પોલિશ સ્ટાફની સાક્ષીમાં બગસરામાં પાલિકા દ્વારા બગસરાના હાર્દ સમા વિસ્તાર માં આવેલ અંકુર કટલરીના શો રૂમ અને પેટ્રોલ પંપની સામે આવેલ ત્રણ માળનો બનેલ કોમ્પલેક્ષ મહાવીર કોમ્પલેક્ષ આશરે ૯૦ જેટલી દુકાનો આવેલ હતી તેને શીલ મારવામાં આવ્યું હતુંને ગયા વર્ષે પણ પાલિકા દ્વારા નોટીશ આપવામાં આવી હતી અને જ્યારે રોજકોટ ના અગ્નિ કાંડ બાદ ફરી પાછી આ જ કોપ્લેક્સને નોટીશ આપવામાં આવી છે ત્યારે પાલિકાની આ નોટીશનો ઉલાળિયો કરીને આવા લોકો પી જતા જોવા મળેલ છે ત્યારે આ સફાળી જાગેલી પાલિકા તેમજ પ્રાંત અધિકારી અને મામલતદારના નેજા હેઠળ આ બંને મિલકતને સિલ મારવામાં આવેલ છે . પીજીવીસીએલ સ્ટાફ હાજર રહ્યો હતો તેમજ અન્ય વિસ્તારમાં પણ આ ટીમ દ્વારા સઘન ચેકીંગ હા ધરવામાં આવેલ છે ત્યારે આવા બેફામ બનેલા લોકો માં ફફડાટ જોવા મળેલ છે જ્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા દ્વારા આવા કેટલા લોકો કે જે ફાયર સેફ્ટી વગરના છે અને કેટલાને નોટીશ આપી શિલ કરવામાં આવે છે કે પછી પાલિકા દ્વારા આવા લોકો પાસે ી હપ્તા લઈ વગર ફાયર સેફ્ટી હોવા છતાં એનઓસી આપી દેવામાં આવે છે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવેલ કે અગાઉ આ તમામ વેપારીઓને ફાયર એન ઓ સિ આપવા માટે નોટીશ આપવામાં આવેલ હતી પરંતુ તેમના દ્વારા આ કાર્યવાહી કરવામાં ન આવતા સરકારી આદેશો અનુસાર આ તમામ દુકાનો શીલ કરવામાં આવેલ છે.

બગસરામાં કોમ્પ્લેકસ-દુકાનોમાં પાલિકા તંત્રએ સીલ માર્યા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application