ઈપીએફઓ (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન) એ પ્રોવિડન્ડ ફંડ ક્લેમ સેટલમેન્ટના મામલે ઇતિહાસ રચ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને 5 કરોડથી વધુ દાવાઓનું સમાધાન કર્યું છે જે એક રેકોર્ડ છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ માહિતી આપી વધુમાં ઉમેર્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ પહેલી વાર 5 કરોડથી વધુ દાવાઓનો નિકાલ કરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં, ઈપીએફઓ એ 2,05,932.49 કરોડ રૂપિયાના 5.08 કરોડ દાવાઓનું સમાધાન કર્યું છે જે 2023-24ના 1,82,838.28 કરોડ રૂપિયાના 4.45 કરોડ દાવાઓ કરતાં ઘણું વધારે છે. શ્રમ મંત્રીએ કહ્યું કે, ઈપીએફઓ દ્વારા આ સિદ્ધિ દાવાની પતાવટ પ્રક્રિયા અને ફરિયાદોના નિવારણમાં લેવામાં આવેલા પરિવર્તનશીલ સુધારાઓને કારણે શક્ય બની છે. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, અમે ઓટો સેટલમેન્ટ દાવાઓની મયર્દિા અને શ્રેણી વધારવા, સભ્ય પ્રોફાઇલમાં ફેરફારોને સરળ બનાવવા, પ્રોવિડન્ડ ફંડ ટ્રાન્સફરની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને કેવાયસી પાલન ગુણોત્તરમાં સુધારો કરવા જેવા પગલાં લીધાં છે. આ સુધારાઓને કારણે, ઈપીએફઓ ની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે.
મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ઓટો-ક્લેમ મિકેનિઝમથી અરજી કયર્નિા ત્રણ દિવસમાં દાવાની પ્રક્રિયા કરવામાં મદદ મળી છે. શ્રમ મંત્રીએ કહ્યું કે, આ સુધારાની અસર સ્પષ્ટપણે દેખાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં, ઓટો ક્લેમ સેટલમેન્ટ બમણું થઈને 1.87 કરોડ થયું છે, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, 89.52 લાખ ઓટો ક્લેમ પર પ્રક્રિયા થઈ શકી છે. તેમણે કહ્યું કે પ્રોવિડન્ડ ફંડ ટ્રાન્સફર ક્લેમ સબમિશન પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે. ટ્રાન્સફર ક્લેમ અરજીને સરળ બનાવ્યા પછી, હવે ફક્ત 8 ટકા ટ્રાન્સફર ક્લેમ કેસોને સભ્ય અને નોકરીદાતાની મંજૂરીની જરૂર પડે છે. આવા દાવાઓમાંથી 48 ટકા સભ્યો દ્વારા નોકરીદાતાના કોઈપણ હસ્તક્ષેપ વિના સીધા સબમિટ કરવામાં આવી રહ્યા છે, જ્યારે 44 ટકા ટ્રાન્સફર વિનંતીઓ આપમેળે કરવામાં આવી રહી છે.
સભ્ય પ્રોફાઇલ સુધારણા સુધારાઓની અસરનો ઉલ્લેખ કરતા, શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયાની શરૂઆતથી, લગભગ 97.18% સભ્ય પ્રોફાઇલ સુધારા સભ્યો દ્વારા સ્વ-મંજૂરી દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં ફક્ત 1% કેસોમાં નોકરીદાતાની મંજૂરીની જરૂર પડે છે. તેમણે કહ્યું કે, આ સુધારાઓએ માત્ર દાવાની પ્રક્રિયાને ઝડપી બનાવી નથી, પરંતુ સભ્યોની ફરિયાદો ઘટાડવામાં પણ ફાળો આપ્યો છે, જેનાથી ઈપીએફઓમાં વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech